Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ કેમ હારી ? તેના માટે પણ કમીટી બનાવી માત્ર ખાનાપુર્તી કરવા માંગે છે હાઈકમાન્ડ

ગુજરાત (Gujarat)માં હજુ થોડા સમય પહેલા જ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. જોકે આ વિધાનસભાની ચૂંટણીના પરિણામ સૌ કોઈ માટે ચોકાવનારા હતા. ભાજપે (BJP) 156 ની સાથે ઐતિહાસિક જીત મેળવી હતી જ્યારે બીજી બાજુ છેલ્લા સુધી વિપક્ષનું ભાગ ભજવતી આવતી પાર્ટી એવી કોંગ્રેસ (Congress)ને માત્ર 17 સીટ મળી હતી. કોંગ્રેસના આ કારમી હારના કારણો ઘણા બધા સામે આવ્યા હતા પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં ખરેખર શુà
કોંગ્રેસ કેમ હારી   તેના માટે પણ કમીટી બનાવી માત્ર ખાનાપુર્તી કરવા માંગે છે હાઈકમાન્ડ
ગુજરાત (Gujarat)માં હજુ થોડા સમય પહેલા જ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. જોકે આ વિધાનસભાની ચૂંટણીના પરિણામ સૌ કોઈ માટે ચોકાવનારા હતા. ભાજપે (BJP) 156 ની સાથે ઐતિહાસિક જીત મેળવી હતી જ્યારે બીજી બાજુ છેલ્લા સુધી વિપક્ષનું ભાગ ભજવતી આવતી પાર્ટી એવી કોંગ્રેસ (Congress)ને માત્ર 17 સીટ મળી હતી. કોંગ્રેસના આ કારમી હારના કારણો ઘણા બધા સામે આવ્યા હતા પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં ખરેખર શું થયું હતું અને આવું પરિણામ કેમ આવ્યું તે માટે થઈને કોંગ્રેસ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે.

કમિટી પરિણામોનું મૂલ્યાંકન કરશે
કોંગ્રેસ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો નું મૂલ્યાંકન કરશે અને તાત્કાલિક અસરથી જે પણ પગલાં લેવામાં આવશે તેની તમામ યોગ્ય કાર્યવાહી માટે થઈને કુલ ત્રણ લોકોની કમિટી બનાવવામાં આવી છે જેમાં નીતિન રાઉત , ડોક્ટર શકીલ અહમદ ખાન, સપ્તગીરી શંકર ઉલકા, આ ત્રણ કોંગ્રેસના અધ્યક્ષ અને સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી બે અઠવાડિયા દરમિયાન સમગ્ર તપાસ હકીકત હાથ ધરશે અને ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષને જે પણ રિપોર્ટ હશે તે સોંપવામાં આવશે.
કમિટીને 2 સપ્તાહનો સમય
કોંગ્રેસના હાઈ કમાન્ડ અને સિનિયર નેતાઓ દ્વારા જે આ કમિટીની રચના કરવામાં આવી છે તેમને બે અઠવાડિયા નો સમય આપવામાં આવ્યો છે.જેમાં આ કમિટીએ વિધાનસભાના ચૂંટણીનું જે પણ પરિણામ આવ્યું છે તેનું મૂલ્યાંકન પણ કરશે ,ક્યાં કચાશ રહી ગઈ છે તેમજ કોંગ્રેસના લગભગ ઘણા બધા વર્ષો પછી આવી કારમી હારનો સામનો કરવો પડ્યો છે તે તમામ તપાસ અને વિગતો બે અઠવાડિયાની અંદર કોંગ્રેસના હાઈ કમાન્ડ અધ્યક્ષને આપવાનો રહેશે.
 હાથ સે હાથ જોડો અભિયાનનો આરંભ
મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા માટે આગામી દિવસોમાં હાથ સે હાથ જોડો અભિયાનનો આરંભ કરવા જઈ રહી છે ત્યારે બે અઠવાડિયાની તપાસ દરમિયાન જે પણ રિપોર્ટ હશે તે સામે આવશે ત્યારે શું નવા ખુલાસા થઈ શકે છે અને કયા કયા પ્રશ્નોના જવાબ સામે આવશે તે તો હવે રિપોર્ટ આપ્યા બાદ જ ખબર પડશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.