ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આગામી માર્ચ 2023ની બોર્ડની પરીક્ષાને લઈને સીએમને લખાયો પત્ર

આગામી માર્ચ 2023ની બોર્ડની પરીક્ષાને લઈને શાળા સંચાલક મંડળ દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓ (Students)ના પરીક્ષા કેન્દ્ર બાબતના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. જિલ્લા કેન્દ્રમાં બદલે તાલુકા સેન્ટરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે તેવી માગઆગામી માર્ચ 2023ની બોર્ડની પરીક્ષાને લઈને હાલ  રીપીટર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જિલ્લા કેન્દ્રમાં જઉ
06:32 AM Dec 21, 2022 IST | Vipul Pandya
આગામી માર્ચ 2023ની બોર્ડની પરીક્ષાને લઈને શાળા સંચાલક મંડળ દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓ (Students)ના પરીક્ષા કેન્દ્ર બાબતના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. 

જિલ્લા કેન્દ્રમાં બદલે તાલુકા સેન્ટરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે તેવી માગ
આગામી માર્ચ 2023ની બોર્ડની પરીક્ષાને લઈને હાલ  રીપીટર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જિલ્લા કેન્દ્રમાં જઉ પડે છે પરીક્ષા આપવા જિલ્લા કેન્દ્રમાં જવાથી વિદ્યાર્થી સાથે વાલીએ પણ હેરાન થવું પડે છે. જિલ્લા કેન્દ્રમાં બદલે તાલુકા સેન્ટરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે તેવી શાળા સંચાલક મંડળ દ્વારા માંગ કરવામાં આવી. છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે CM ને પત્ર લખી આ માંગ કરી કે જેથી રિપીટર વિદ્યાર્થીઓને તકલીફ ન પડે. 

અલગ કેન્દ્રો ફાળવીને ભેદભાવ કરાતો હોવાનો આરોપ
રિપીટર વિદ્યાર્થીઓ માટે પેપર પણ રેગ્યુલર વિદ્યાર્થીઓ જેવું જ હોય છે, સમય મર્યાદા પણ એટલી જ હોય છે. ટોટલ ગુણાંક પણ એટલા જ હોય છે તો શા માટે અલગ કેન્દ્રો ફાળવીને તેમના સાથે ભેદભાવ કરવામાં આવે છે.  ઘણી વખત આ સમસ્યાઓમાં વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો પણ શિકાર બની જતા હોય છે તો તેને લઈને શાળા સંચાલક મંડળ દ્વારા આ માંગ કરાઈ અને cm ને પત્ર  લખાયો છે. 
આ પણ વાંચો--માત્ર નર્મદાનું પાણી આરોગી નર્મદા પરિક્રમા કરતા સંત, જાણો તેમની યાત્રા વિશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
boardexamGujaratFirststudent
Next Article