Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકોમાં થનગનાટ પણ ગોવાની ફ્લાઇટ બની મોંઘી

કોરોનાના કહેરના કારણે લદાયેલા પ્રતિબંધો આ વર્ષે દુર કરાયા છે અને લોકોએ દિવાળી અને નવરાત્રી તથા જન્માષ્ટમી સહિતના તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે ત્યારે ડિસેમ્બર મહિનો આવતાં જ નવા વર્ષની ઉજવણી (New Year celebration) કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતીઓ પણ ગુજરાતની બહાર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાના આયોજન બનાવી રહ્યા છે ત્યારે એરલાઇન્સ (Airlines) કંપનીઓએ તેનો ફાયદો ઉઠાવી ફ્લાàª
07:32 AM Dec 06, 2022 IST | Vipul Pandya
કોરોનાના કહેરના કારણે લદાયેલા પ્રતિબંધો આ વર્ષે દુર કરાયા છે અને લોકોએ દિવાળી અને નવરાત્રી તથા જન્માષ્ટમી સહિતના તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે ત્યારે ડિસેમ્બર મહિનો આવતાં જ નવા વર્ષની ઉજવણી (New Year celebration) કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતીઓ પણ ગુજરાતની બહાર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાના આયોજન બનાવી રહ્યા છે ત્યારે એરલાઇન્સ (Airlines) કંપનીઓએ તેનો ફાયદો ઉઠાવી ફ્લાઇટના ભાવમાં ધરખમ વધારો કર્યો છે.
ગોવામાં થશે ઉજવણી
કોરોના કાળ બાદ આ વર્ષે નવા વર્ષની ધૂમ ધામથી થશે ઉજવણી થશે. નવા વર્ષની ઉજવણી સૌ કોઈ વિવિધ રીતે કરતા હોય છે..ત્યારે વર્ષના છેલ્લા દિવસની ઉજવણી લોકો ગુજરાતની બહાર ઉજવાનું વધારે પસંદ કરે છે.31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગોવામાં ઉજવાનું વધારે પસંદ કરે છે ત્યારે એરલાઇન્સ કંપનીઓએ તેનો ફાયદો ઉઠાવી ફ્લાઈટના ભાવમાં ધરખમ વધારો કરી દીધો છે.
ગોવાની ફ્લાઇટ બની મોંઘી
અમદાવાદથી ગોવાનું સામાન્ય દિવસોમાં રિટર્ન ફેર 10 હજારની આસપાસ હોય છે જે હાલમાં 40 ટકા વધારી રૂ. 14 હજાર કરી દેવાયું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગોવાની પ્રતિદિન ડાયરેક્ટ પાંચ ફલાઇટ ઓપરેટ થાય છે.દિવાળીમાં પણ ગોવાના વન-વે એરફેર 9 હજાર સુધી વસુલી મુસાફરોના ખિસ્સા પર ભાર પડ્યો હતો. હવે ફરીથી 31 ડિસેમ્બરને લઇ એરલાઇન્સ કંપનીઓએ ગોવાના ભાડા અધધ વધારો ઝીંકી દીધો છે 
હજું પણ ભાવ વધે તેવી શક્યતા
એટલું જ નહિ અમદાવાદથી ગોવાની કનેક્ટિંગ ફલાઇટોના ભાડાં પણ વધારી દીધા છે. વિવિધ એરલાઈન્સની અમદાવાદથી ગોવાની 5 ફ્લાઈટ ઓપરેટ થાય છે. જેમાં ઈન્ડિગોની 3, સ્પાઈસ જેટ અને ગો-ફર્સ્ટની 1-1 ફ્લાઈટનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં ગોવાના વન-વે એરફેરમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી થર્ટી ફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ હતા..આ વખતે તમામ પ્રકારના પ્રતિબંધ હટતાં ગોવા ફરવા જવાનો રસ વધુ છે.
વિદેશનો પણ ક્રેઝ
ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા આ વખતે બેંગકોક, વિયતનામ, દુબઇનું 30 ટકા વધુ બુકિંગ થયું હોવાથી મુસાફરોનો ટ્રાફિક રહેશે.અમદાવાદથી ગોવાની ફલાઇટોમાં અમુક તારીખમાં વન-વે ફેર 13 હજાર છે. જો કોઇ મુસાફર છેલ્લી ઘડીએ કે થોડા દિવસ પહેલા ગોવાની ફલાઇટ બુક કરાવશે તો વન-વે ફેર 17 હજાર ચૂકવવું પડશે. એટલે કે 15 ડિસેમ્બરથી અમદાવાદથી બેંગકોકની ફલાઇટ શરૂ થશે જેમાં રિટર્ન ફેર 25 હજારની આસપાસ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--જબ વી મેટ....જ્યારે PM MODI અને અરવિંદ કેજરીવાલ આવ્યા આમને સામને
Tags :
flightFlightTicketGoaGujaratFirstNewYearCelebration
Next Article