Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ શહેરમાં લાગેલા CCTV કેમેરા શરૂ છે કે બંધ? ગુજરાત ફર્સ્ટનું Reality Check

અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી અને સેફ સીટી પ્રોજેકટ હેઠળ CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. નાગરિકોની સલામતી માટે થઈને રાજ્ય સરકાર દ્વારા શહેરના મોટાભાગના ચાર રસ્તાઓ પર CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે. શહેરમાં CCTV કેમેરા લગાડવા પાછળનો એક ચોક્કસ ઉદ્દેશ્ય તંત્રનો રહેલો છે અને આ CCTV કેમેરાથી શહેર પોલીસને પણ ગુનેગારોને શોધવામાં ઘણી મદદ થાય છે.ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેકશહેરભરમાં ઘણ
અમદાવાદ શહેરમાં લાગેલા cctv કેમેરા શરૂ છે કે બંધ  ગુજરાત ફર્સ્ટનું reality check
અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી અને સેફ સીટી પ્રોજેકટ હેઠળ CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. નાગરિકોની સલામતી માટે થઈને રાજ્ય સરકાર દ્વારા શહેરના મોટાભાગના ચાર રસ્તાઓ પર CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે. શહેરમાં CCTV કેમેરા લગાડવા પાછળનો એક ચોક્કસ ઉદ્દેશ્ય તંત્રનો રહેલો છે અને આ CCTV કેમેરાથી શહેર પોલીસને પણ ગુનેગારોને શોધવામાં ઘણી મદદ થાય છે.
ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક
શહેરભરમાં ઘણી ખરી જગ્યાઓ એવી છે કે જ્યાં CCTV કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે ત્યારે આ તમામ CCTV કેમેરા માંથી કેટલા કેમેરા ચાલુ પરિસ્થિતિમાં છે તેને લઈને ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યુઝ દ્વારા ઝીંવતપૂર્વકની તપાસ કરવામાં આવી.
કેમેરાના સ્ટેન્ડ લગાવ્યા પણ કેમેરા નહી
શહેરના કેટલાક વિસ્તારોમાં CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે અને કેટલાક વિસ્તારોમાં માત્ર સ્ટેન્ડ ઉભા કરી દેવામાં આવ્યા છે શહેરના સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે પણ CCTV કેમેરાનું સ્ટેન્ડ ઉભું તો કરવામાં આવ્યું છે પરંતુ તેની ઉપર કેમેરા લગાડવાનું કદાચ તંત્ર ભૂલી ગયું છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યુઝ દ્વારા આજે જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું તેમાં ઘણી ખરી બાબતો એવી સામે આવી કે જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને અન્ય વહીવટી તંત્ર ઉપર ઘણા સવાલો ઊભા થયા છે.
તંત્રનું મૌન
અમદાવાદ શહેરમાં તમામ ચાર રસ્તા ઉપર CCTV કેમેરા તંત્ર તરફથી લગાડવામાં આવ્યા છે પરંતુ આ કેમેરા હકીકતમાં ચાલુ છે કે બંધ છે તેને લઈને અસમનજસની સ્થિતિ સર્જાયેલી છે. શહેરમાં 7000 જેટલા છે પરંતુ આ હજારોની સંખ્યામાં લગાવેલા કેમેરા માંથી કેટલા કેમેરા વર્કિંગ કન્ડિશનમાં છે તેને લઈને તંત્ર તરફથી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો ત્યારે શહેરીજનોનું પણ માનવું છે કે આ CCTV કેમેરા ક્યારે બંધ હોય છે અને ક્યારે ચાલુ હોય છે તેની ખબર જ નથી હોતી.
ઘણી વખત એવું પણ બન્યું છે કે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન ન કર્યું હોય તો પણ ઈ-મેમો વાહન ચાલકના નામે આવી ગયો હોય છે આવી બેદરકારી પાછળ મુખ્ય કારણ સીસીટીવી કેમેરા નું સંચાલન કરનારા લોકો તો છે જ પરંતુ CCTV કેમેરા બંધ છે કે ચાલુ છે તેની જાણ તંત્રને પણ નથી તે ખૂબ શરમજનક બાબત માની શકાય.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.