Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરણિત પ્રેમીકાની હત્યાનો પ્રયાસ કર્યો

અમદાવાદ (Ahmedabad)માં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરણિત યુવતીના ઘર ઘૂસીને હત્યાનો પ્રયાસ કર્યો.કોલેજ સમયમાં યુવતીએ પ્રેમનો પ્રપોઝ ન સ્વીકારતા પ્રેમીએ દોઢ વર્ષ બાદ ખૂની બદલો લીધો..ચાંદખેડા પોલીસે પ્રેમીની ધરપકડ કરી તપાસ શરૂ કરી..છરી વડે હુમલો કરીને બદલો લીધો ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતી ઘરે હતી ત્યારે કોલેજનો એક મિત્ર સર્વેશ તેને મળવા માટે આવ્યો ત્યારે તેનો પતિ પણ હાàª
એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરણિત પ્રેમીકાની હત્યાનો પ્રયાસ કર્યો
અમદાવાદ (Ahmedabad)માં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરણિત યુવતીના ઘર ઘૂસીને હત્યાનો પ્રયાસ કર્યો.કોલેજ સમયમાં યુવતીએ પ્રેમનો પ્રપોઝ ન સ્વીકારતા પ્રેમીએ દોઢ વર્ષ બાદ ખૂની બદલો લીધો..ચાંદખેડા પોલીસે પ્રેમીની ધરપકડ કરી તપાસ શરૂ કરી..
છરી વડે હુમલો કરીને બદલો લીધો
 ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતી ઘરે હતી ત્યારે કોલેજનો એક મિત્ર સર્વેશ તેને મળવા માટે આવ્યો ત્યારે તેનો પતિ પણ હાજર હતો. કોલેજના મિત્ર બનીને સર્વેશ યુવતી સાથે વાતચીત કરતો હતો આ દરમિયાન ચા બનાવવા પતિ દૂધ લેવા નીકળ્યો હતો અને આરોપી સર્વેશએ યુવતીની એકલતાનો લાભ લઇને કોલેજ સમયનો પ્રેમ અસ્વીકાર કરવા બદલ છરી વડે હુમલો કરીને બદલો લીધો..તેવા પતિ ઘરે પરત આવતા પરણિતા લોહીલુહાણ હાલતમાં હતી અને આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો.

યુવતીએ ચીસાચીસ કરતા આરોપી સર્વેશ ફરાર 
પોલીસે આ ઘટનાને લઈને તપાસ કરતા જણાવવા મળ્યું કે પરણિત યુવતીને બેડરૂમમાં લઈ જઈને સર્વેશએ પગના ભાગે છરી થી હુમલો કર્યો ત્યાર બાદ સર્વેશ યુવતીને એકલા જાણીને પહેલા વાળ પકડીને ગળાના ભાગે છરી મારી..જોકે યુવતીએ રોકવાનો પ્રયાસ કરતા પીઠના ભાગે બે છરીના ધા ઝીકી લોહીલુહાણ કરી હતી.પરણિત યુવતીએ ચીસાચીસ કરતા આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો.આ યુવતી આરોપી સર્વેશ સાથે 2019માં અભ્યાસ કરતી હતી..તેઓની કોલેજમાં સારી મિત્રતા હતી પરંતુ આરોપી સર્વેશને એક તરફી પ્રેમ થઈ ગયો અને યુવતી એ પ્રેમનો અસ્વીકાર કરીને અન્ય યુવક સાથે લગ્ન કરી દેતા આરોપીએ બદલો લેવા માટે નક્કી કર્યું હતું. ઘટના દિવસે બદલો લેવાના ઇરાદે આરોપી પરણિતાના ઘરે પહોંચ્યો અને તેની હત્યાનો પ્રયાસ કર્યો...

ચાંદખેડા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી
પોલીસ તપાસ કરતા સર્વેશ આસ્ટોડિયામાં ઢાળની પોળમાં રહે છે અને ગ્રેજ્યુએશન કરેલ છે.અને ખાનગી નોકરી કરે છે હાલ ચાંદખેડા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને આ હુમલા પાછળ અદાવત હતી કે અન્ય કારણ તેની પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.