Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh: અપમૃત્યુ કે હત્યા? એક સિંહણ અને બે સિંહબાળના મોતથી ગીર વાસીઓમાં ચિંતાનો માહોલ!

Junagadh: એશિયામાં સૌથી વધારે સિંહ ભારતમાં છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં વધારે જોવા મળે છે. પરંતુ શું ગુજરાતમાં સિંહ સુરક્ષિત છે? પ્રશ્ન એટલા માટે થાય છે કેમ કે, જૂનાગઢમાં એક સિંહ અને બે સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા...
junagadh  અપમૃત્યુ કે હત્યા  એક સિંહણ અને બે સિંહબાળના મોતથી ગીર વાસીઓમાં ચિંતાનો માહોલ
Advertisement

Junagadh: એશિયામાં સૌથી વધારે સિંહ ભારતમાં છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં વધારે જોવા મળે છે. પરંતુ શું ગુજરાતમાં સિંહ સુરક્ષિત છે? પ્રશ્ન એટલા માટે થાય છે કેમ કે, જૂનાગઢમાં એક સિંહ અને બે સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા છે. આ સિંહના મોત મામલે હજી કોઈ વિગતો સામે આવી નથી. પરંતુ ગામ લોકોનું કહેવું છે કે, આ હત્યા છે અને આ કૃત્ય કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

કાલિંદી નદીના કિનારે સિંહણનો મૃતદેહ મળી આવ્યો

વિગતે વાત કરવામાં આવે તો, જૂનાગઢ (Junagadh) માળિયાના ખોરાસા ગામ નજીક પાત્રા ગામ સીમ પાસે કાલિંદી નદીના કિનારે સિંહણ નો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા નજીક ખેતરમાં બે સિંહ બાળમાં મૃતદેહ પણ મળી આવતા ચકચાર મચી ગયો હતો. નોંધનીય છે કે, તરત જ વન વિભાગે પહોંચી એ વિસ્તાર કોર્ડન કરી કોઈને ત્યાં જવાની મનાઈ કરવામાં આવી હતી. વન વિભાગે મોડી રાતે સિંહણનો મૃતદેહ નદી કિનારેથી બહાર કાઢી સિમર ખાતે પી.એમ માટે મોકલી આપ્યો છે.

Advertisement

અમને શંકા છે કોઈએ મારીને નાખ્યા છેઃ સરપંચ

ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગે DCF પ્રશાંત તોમરે કહ્યું કે, હાલ આ અંગે કશું કહેવું શકય નથી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સિંહોના મૃત્યુના કારણ કહી શકાશે. પાત્રા ગામના સરપંચ નારણ રાઠવાએ કહ્યું કે, અમને શંકા છે કોઈએ મારીને નાખ્યા છે. જેથી આ વન વિભાગની આ લાપરવાહી છે, જેણે પણ આ કૃત્ય કર્યું હોય તેને કડક સજા થવી જોઈએ. જોકે સિંહ મૃતદેહ 48 કલાક કરતાં પણ વધુ સમયથી હોય તેવી શક્યતા છે. આથી પીએમ રિપોર્ટ કે FSL રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણી શકાશે. સિંહણ અને તેના બે બચ્ચાના અપમૃત્યુ કે હત્યા? જો કે, આ મામલે તો તપાસ થયા બાદ જ જાણકરી મળશે.

Advertisement

આ પણ વાંચો: Sabarkantha : આદિવાસી છાત્રાલયમાં એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે લાખો રૂપિયાની સાયકલ

આ પણ વાંચો: Ahmedabad : વધુ એક વખત આવાસ યોજનાનાં નામે કૌભાંડ! AMC-બિલ્ડર પર ભ્રષ્ટાચારનાં આરોપ

આ પણ વાંચો: Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો પગપસેરો! અત્યાર સુધી 14 નાં મોત

Tags :
Advertisement

.

×