Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

USA : નવા વર્ષની ઉજવણી લોહિયાળ બની, લોસ એન્જેલસમાં પાર્ટી દરમિયાન ગોળીબાર, 3ના મોત

નવા વર્ષની શરૂઆત જાપાન (Japan) અને અમેરિકા (USA) માટે દુ:ખદ રહી છે. જાપાનમાં 7.2ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભયંકર તબાહી મચાવી છે. જ્યારે અમેરિકામાં (USA) પણ ગોળીબારની એક ગોઝારી ઘટના બની છે. માહિતી અનુસાર, લોસ એન્જેલસમાં (Los Angeles) અલગ-અલગ વિસ્તારોમાં ગોળીબારની...
usa   નવા વર્ષની ઉજવણી લોહિયાળ બની  લોસ એન્જેલસમાં પાર્ટી દરમિયાન ગોળીબાર  3ના મોત

નવા વર્ષની શરૂઆત જાપાન (Japan) અને અમેરિકા (USA) માટે દુ:ખદ રહી છે. જાપાનમાં 7.2ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભયંકર તબાહી મચાવી છે. જ્યારે અમેરિકામાં (USA) પણ ગોળીબારની એક ગોઝારી ઘટના બની છે. માહિતી અનુસાર, લોસ એન્જેલસમાં (Los Angeles) અલગ-અલગ વિસ્તારોમાં ગોળીબારની ઘટનાઓમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે.

Advertisement

નવા વર્ષની પાર્ટી દરમિયાન થયું ફાયરિંગ

USA ના મીડિયા અહેવાલ અનુસાર, એક સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, લોસ એન્જેલસ (Los Angeles) શહેરના એક કોમર્શિયલ વિસ્તારમાં ન્યુ યર પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટી દરમિયાન અચાનક કોઈએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય 8 લોકો ઘવાયા હતા.

Advertisement

ફાયરિંગમાં મહિલા અને પુરુષના મોત

USA પોલીસે જણાવ્યું કે, ઘટનાસ્થળે એક પુરુષ અને એક મહિલાનાં મોત થયા છે. અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે, ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કે, પાછળથી માહિતી બહાર આવી કે આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે એક પાર્ટીમાં થયેલા વિવાદને કારણે આ ફાયરિંગ થયું હતું. હાલ શંકાસ્પદ વ્યક્તિ અંગે કોઈ માહિતી મળી નથી.

Advertisement

પોલીસે જણાવ્યું કે, સોમવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ નવા વર્ષની ઉજવણીના ભાગેરૂપે યોજાયેલ પાર્ટીમાં અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. જે બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ લોકોને ભાગતા જોયા હતા. આ દરમિયાન ઘણા લોકો ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર પડેલા જોવા મળ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હોથોર્નમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું

દરમિયાન, અમેરિકાના (USA) લોસ એન્જેલસ (Los Angeles) કાઉન્ટી શેરિફ વિભાગે જણાવ્યું હતું કે, હોથોર્ન (Hawthorne) શહેરમાં ગોળીબારની બીજી એક ઘટના બની હતી. ફાયરિંગની આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય 4 ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિતોમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને અન્ય ત્રણની હાલત સ્થિર છે.

આ પણ વાંચો - Israel-Hamas War : નવા વર્ષના પ્રારંભમાં જ ઇઝરાયલ પર રોકેટથી હુમલા, હમાસે લીધી જવાબદારી, કહ્યું- આ સમય..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.