ઈતિહાસની ઘણી ઘટનાઓથી હજી આપણે અજાણ છીએ
હવે સમુદ્ર નીચે એવી દુનિયા મળી છે જેની કલ્પના પણ ન કરી શકાય
નેપલ્સના અખાતમાં પાણીની અંદર એક નવું શહેર મળ્યું છે
રિપોર્ટ અનુસાર સમુદ્રની નીચે શોધાયેલું આ 2000 વર્ષ જૂનું શહેર ખૂબ જ વૈભવી છે
પુરાતત્વ વિભાગના અનુસાર શહેર 3 જી સદીનું હોઇ શકે છે, જેનું નામ બિયા હતું
સમુદ્રની નીચે મળેલ આ શહેર 177 હેક્ટરમાં ડૂબી ગયેલું શહેર હોઈ શકે છે
માનવામાં આવે છે કે શ્રીમંત લોકો ખાનગી પ્રવાસો માટે આ શહેરમાં આવતા હશે
મનાય છે કે, ક્લિયોપેટ્રા, જુલિયસ સીઝર અને હેડ્રિયન પ્રખ્યાત લોકો આ શહેરની મુલાકાત લેવા આવ્યા હશે
આ વૈભવી શહેર હાઇડ્રોથર્મલ અને સિસ્મિક પ્રવૃત્તિઓને કારણે સમય જતાં ડૂબી ગયું હશે
સમુદ્ર નીચેની આ દુનિયા જોઈ સૌ હેરાન છે