હાલના સમયમાં મોટાભાગના લોકો ATM નો ઉપયોગ કરતા હોય છે
પરંતુ ATM નો ઉપયોગ કરતા સમય દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
સ્કેમર્સ આજકાલ ATM ના કાર્ડ હોલ્ડર પર જ એક ઉપકરણ ઇન્સ્ટોલ કરે છે
તેઓ તેનાથી તમારા કાર્ડનો ક્લોન તૈયાર કરી શકે છે
માટે ATM નો ઉપયોગ કરતા પહેલા એટીએમના કાર્ડ હોલ્ડરને તપાસો
ઘણા કિસ્સામાં સ્કેમર્સ એટીએમ પિન ચોરવા માટે કીપેડની ઉપર કેમેરા ફીટ કરે છે
તે બિલકુલ એટીએમના ભાગ જેવો દેખાય છે પરંતુ તેમાં પ્લેટની ટોચ પર કેમેરા લગાવેલ હોય છે
કેટલાક કિસ્સાઓમાં, એવું પણ જોવા મળ્યું છે કે સ્કેમર્સ કેશ ડિસ્પેન્સર એરિયાને જ બ્લોક કરે છે
જેના કારણે જ્યારે તમે રોકડ ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરો છો ત્યારે રોકડ આવતી નથી
જ્યારે તમે ATM છોડો છો ત્યારે સ્કેમર્સ આ રોકડ ઉપાડી લે છે
માટે ATM નો ઉપયોગ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે
આ ત્રણ ફળોને સવારે ખાલી પટે ખાતા પહેલા ચેતી જજો! નહીં તો...
શું તમારે સવારે ચાલવા માટે જાઓ છો? તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો
લીલી હળદર શરીર માટે ઘણી ફાયદાકારક છે, પરંતુ કેટલાક માટે બની શકે સમસ્યાનું કારણ