Vivian Dsena, ત્રણ દીકરીઓના પિતા છે
'મધુબાલા' અને 'શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી'થી દરેક ઘરોમાં લોકપ્રિય બનેલા વિવિયન દસેના રિયાલિટી શો 'બિગ બોસ 18'માં જોવા મળી રહ્યા છે.
તે પોતાના ગેમ પ્લાન અને વ્યૂહરચનાથી દર્શકોના દિલ જીતી રહ્યો છે. તાજેતરમાં પ્રસારિત થયેલા એપિસોડમાં, સ્પર્ધક કશિશ કપૂરે વિવિયનને અંગત પ્રશ્ન પૂછ્યો હતો.
કશિશે વિવિયનને તેના બાળકો વિશે પૂછ્યું. વિવિયને જણાવ્યું કે તેને 3 દીકરીઓ છે. તેમને તેમની બીજી પત્નીથી 2 સાવકી દીકરીઓ અને 1 બાયોલોજીકલ દીકરી છે.
વિવિયન બે વાર લગ્ન કર્યા. તેમણે તેમની પ્રથમ પત્ની વાહબિઝ દોરાબજી સાથે 4 વર્ષ સુધી લગ્ન જીવન ગુજાર્યું.
આ પછી વિવિયને ઇજિપ્ત સ્થિત પત્રકાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેને પહેલાથી જ 2 પુત્રીઓ હતી. બાદમાં વિવિયનને એક પુત્રી થઇ હતી.
વિવિયને કશિશને કહ્યું- એક પિતા તરીકે હું મારી દીકરીઓને ખૂબ પ્રેમ કરું છું. દીકરીના પિતા બનવાથી મોટી ખુશી આ દુનિયામાં કોઈ નથી.
"જ્યારે મારી દીકરીઓ મોટી થાય, ત્યારે હું ઈચ્છું છું કે તેઓ ગર્વથી લોકોને કહી શકે કે તેમના પિતા એક હીરો છે. મારી ત્રણ દીકરીઓ છે અને મને તે વાતનો ગર્વ છે."