વલસાડની સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારી ઘટનાનાં દ્રશ્યો સામે આવ્યા છે.
દવા લેવા આવેલી બે બહેનોનું અચાનક એક બાદ એક મોત નીપજ્યું હતું.
વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાનાં બરૂડિયા ગામની બે બહેનો સિવિલ હોસ્પિટલ આવી હતી.
રામીબેન માગ અને ગજરીબેન માગ સ્વાસ્થ્ય લગતી સમસ્યા માટે દવા લેવા આવી હતી
This browser does not support the video element.
દરમિયાન, રામીબેનને ચક્કર આવતા સિવિલમાં જ અચાનક ઢળી પડ્યા હતા.
હોસ્પિટલમાં ફરજ પરનાં ડોક્ટરે રામીબેનની તપાસ કરતા મૃત જાહેર કર્યા હતા.
બહેનનાં અચાનક મોતનાં આઘાતમાં ગજરીબેન પણ ઢળી પડ્યા હતા.
ફરજ પરના તબીબે તપાસ કરી તો ગજરીબેનનું પણ મોત નીપજ્યું હોવાની જાણ થઈ હતી.
સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે.
વડોદરા શહેરમાં દૂષિત પાણીને લઈ લોકોમાં રોષ
Havmore ice cream ના કોનમાંથી ગરોળી નીકળતા ચકચાર મચી ગઈ
નિવૃત્તિ બાદ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા વિરાટ અને અનુષ્કા