લોન્ચ પહેલા નવી DZIRE ના ફોટા લીક થયા! લુક-ડિઝાઈન જોઈને તમે કહેશો વાહ
મારુતિ સુઝુકી તેની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ સેડાન કાર મારુતિ ડિઝાયરની નેક્સ્ટ જનરેશનને ખૂબ જ ટૂંક સમયમાં બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.
આવતા મહિનાના બીજા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવી શકે છે. લોન્ચ પહેલા જ તેની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર લીક થઈ.
નવી ડિઝાયરના દેખાવ અને ડિઝાઇનમાં ઘણો બદલાવ આવ્યો છે. અગાઉ, ખૂણા પરના ગોળ આકારને તીક્ષ્ણ ધારમાં બદલવામાં આવ્યો છે.
નવી ફ્રન્ટ ગ્રિલ, લંબચોરસ અને શાર્પ LED હેડલેમ્પ્સ, નવી ડિઝાઇન કરાયેલ ફોગ લેમ્પ હાઉસિંગ, ચંકી ગ્લોસ બ્લેક ટ્રીમ આ કારને વધુ આકર્ષક બનાવી રહી છે.
શાર્પ સ્ટાઇલિંગ એલિમેન્ટ્સને કારણે, આ કાર વર્તમાન મોડલ કરતાં વધુ સારી લાગે છે
પાછળના ભાગમાં, ટેલ લેમ્પમાં Y આકારની LED લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેલગેટ પર એક ક્રોમ સ્ટ્રીપ છે જે બંને છેડાને જોડતી હોય તેવું લાગે છે.
કેટલાક અહેવાલો કહે છે કે નવા Dezireમાં સુરક્ષાને સુધારવા માટે, એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS)ને પણ ટોચના વેરિઅન્ટમાં સામેલ કરી શકાય છે.