પહેલગામ આતંકી હુમલાના મૃતક શૈલેષ કળથિયાના પુત્ર-પત્નીએ કહી આપવીતી, સાંભળી આંખો થઈ ભીની
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા હતાં. તેમાં એક સુરતના શૈલેષભાઈ કળથિયા પણ હતા
અંતિમયાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલ પણ પહોંચ્યા હતા
મૃતક શૈલેષ કળથિયાની પત્ની શિતલબેને પોતાની વ્યથા ઠાલવતા પાટીલને કહ્યું કે, ત્યાં કોઈ સુવિધા નહિ, કોઈ આર્મી નહિ, કો કોઈ પોલીસ નહિ.
શિતલબેને ઉમેર્યું કે, મુસ્લિમોને કંઇ ન કર્યુ ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી આંતકવાદીઓ ઉભા ઉભા હસતા હતા.
પોતાના છોકરા સામે હાથ લંબાવી શિતલબેને કહ્યું કે, આ છોકરાઓનું ભવિષ્ય શું? દીકરાને એન્જિનિયર બનાવવો છે, દીકરીને ડોક્ટર બનાવવી છે. હું કઈ રીતે બનાવીશ.
શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે હુમલો થયો ત્યારની સ્થિતિનું વર્ણન કરતા કહ્યું કે, અમે બે આતંકવાદીને જોયા હતાં. તેમને કહ્યું કે, જે હિન્દુ છે તે અલગ થઈ જાવ અને જે મુસ્લિમ છે તે અલગ થઈ જાવ
ઘટના થઈ તે સમય અમે 20-30 લોકો હતા. આટલી મોટી ઘટના બની આર્મીને કંઈ ખબર જ ન હતી. નીચે આખો આર્મીનો બેઝ હતો
ઉનાળામાં દૂધીનો જ્યૂસ (Gourd juice) એક કારગત પીણું સાબિત થશે
ખેડામાં માસૂમ સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર
કચ્છના માધાપરની ખમીરવંતી મહિલાઓનો એકસૂરે હુંકાર