TATA vs Hyundai: ડિસેમ્બરમાં કાર વેચાણમાં કોણે મારી બાજી?
ગત વર્ષે (2024) ઓટો સેક્ટરમાં લાવ્યું ક્રાંતિ: ઘણા નવા મોડલ્સ રજૂ થયા
2024: ઓટો ઉત્પાદકો માટે રહ્યું સારું વર્ષ, પણ ડિસેમ્બરમાં વેચાણમાં જોવા મળ્યો મોટો ઉલટફેર
Hyundai ને માત આપીને, Tata Motors એ મારી બાજી, Hyundai ને માસિક વેચાણમાં માત આપી
Mahindraના વેચાણ વેગથી Hyundai માટે મુશ્કેલીઓ વધી શકે છે, ચાલો જોઈએ કે ડિસેમ્બરમાં કોણે કેટલી કાર વેચી છે.
ડિસેમ્બર વેચાણ: 18,995
Kia India: ડિસેમ્બરમાં સ્થાનિક બજારમાં કુલ 18,995 કાર વેચી જે ગયા વર્ષે ડિસેમ્બરમાં વેચાયેલા 12,536 યુનિટ કરતાં 51% વધુ છે.
ડિસેમ્બર વેચાણ: 29,529
Toyota એ ડિસેમ્બર 2024 માં 29,529 કાર વેચી જે ગયા વર્ષે ડિસેમ્બરમાં વેચાયેલા 22,867 યુનિટ કરતાં 29% વધુ છે.
ડિસેમ્બર વેચાણ: 41,424
Mahindra એ ડિસેમ્બર 2024 માં 41,424 કારનું વેચાણ કર્યું જે ગયા વર્ષે ડિસેમ્બરમાં વેચાયેલા 35,171 યુનિટ કરતાં 18% વધુ છે.
ડિસેમ્બર વેચાણ: 42,208
Hyundai એ ડિસેમ્બર 2024 દરમિયાન 42,208 કાર વેચી જે ગયા વર્ષે ડિસેમ્બરમાં વેચાયેલી 42,750 કાર કરતાં 1.3% ઓછી છે.
ડિસેમ્બર વેચાણ: 44,230
Hyundai ને પછાડી Tata Motors એ મેળવ્યું બીજું સ્થાન. Tata Motors એ ડિસેમ્બરમાં 44,230 કાર વેચી જે ગયા વર્ષના ડિસેમ્બરમાં 43,470 યુનિટ કરતાં 2% વધુ છે.
ડિસેમ્બર વેચાણ: 1,30,117
Maruti Suzuki: ડિસેમ્બર 2024 માં ગત વર્ષની સરખામણીમાં 24.18% વધ્યું વેચાણ, 1,30,117 કાર વેચી બની નંબર વન
પાકિસ્તાનથી દરીયાઈ માર્ગ જોડાયેલ હોવાથી સુરક્ષા વધારાઈ
શીતલબેને Pahalgam Terror Attack માં યોગ્ય ન્યાય મળશે તેવો મોદી સરકાર પર ભરોસો વ્યકત કર્યો છે
પાકની નાપાક કરતૂતને ભારત ક્યારેય નહીં ભૂલે,જુઓ દેશમાં ક્યારે અને ક્યાં થયા હતા આતંકી હુમલા