logo-image

'તારક મહેતા...' ફેમ અભિનેત્રી 2 વર્ષ પછી કરશે વાપસી

કમબેક કરશે અભિનેત્રી


અભિનેત્રી જેનિફર મિસ્ત્રી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરીને ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી. પરંતુ ત્યારબાદ તેણે શો છોડી દીધો હતો.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડ્યા બાદ જેનિફર કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી નથી. પરંતુ હવે લગભગ 2 વર્ષ સુધી શોબિઝથી દૂર રહ્યા બાદ તે ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા માંગે છે.

અભિનેત્રીએ કહ્યું કે તે હવે સારું કામ કરવા માંગે છે. અભિનેત્રીએ કહ્યું કે તે લાંબા સમયથી ઘણી બધી વસ્તુઓને મિસ કરી રહી છે, પરંતુ હવે તે વાપસી કરવા માટે તૈયાર છે. 

જેનિફર મિસ્ત્રીએ કહ્યું- ઘણા સમય પછી હું ફરી શરૂઆત કરી રહી છું. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડ્યાને લગભગ 2 વર્ષ થઈ ગયા છે. હવે મારે કામ કરવું પડશે.

હવે મારે ફરીથી કામ શરૂ કરવું પડશે. હું સોશિયલાઈઝીંગ નહતી કરી રહી. હું કંઈ કરી રહીં ન હતી. અંગત અને પારિવારિક કારણોસર, હું કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી શકી મહીં. 

પણ હવે હું કંઈક સારું કરવા માંગુ છું. મારે થોડી વેબ સિરીઝ કરવી છે. સાચું કહું તો, હું મોટાભાગે વેબ સિરીઝ કરવા માંગુ છું.

પણ હવે હું કંઈક સારું કરવા માંગુ છું. મારે થોડી વેબ સિરીઝ કરવી છે. સાચું કહું તો, હું મોટાભાગે વેબ સિરીઝ કરવા માંગુ છું.

તમને જણાવી દઈએ કે જેનિફર મિસ્ત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં શ્રીમતી રોશન સોઢીનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ તેણે 2023 માં શો છોડી દીધો.

જેનિફરે પ્રોજેક્ટ હેડ અસિત કુમાર મોદી વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ પણ નોંધાવી હતી.

ભૂકંપ આવવા પાછળના કારણો શું છે?

મ્યાનમાર-થાઇલેન્ડ-બાંગ્લાદેશમાં ભૂકંપે ભારે તબાહી મચાવી, જુઓ તસવીરો

અભિનેત્રીનો પ્રાઇવેટ વીડિયો લીક! મુશ્કેલીમાં મુકાયો પરિવાર...

Gujaratfirst.com Home