logo-image


સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં નોગામા ગામ પાસે કાજું ભરેલા ટેમ્પાને અકસ્માત નડ્યો હતો. 

અચાનક ટાયર ફાટી જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવતા ટેમ્પોએ પલટી મારી હતી. 

ટેમ્પો પલટી મારી જતાં તેમાં રહેલા કાજુનાં મોટાભાગનાં કેરેટ રોડ પર વિખેરાઈ ગયા હતા. 

રોડ પર કાજુનો મસમોટો જથ્થો વિખેરાયેલો જોઈને લોકોની ભીડ ત્યાં ભેગી થઈ હતી.

કેટલાક લોકોએ મદદ કરવાને બદલે રોડ પર પડેલા કાજુનો સ્વાદ માણ્યો હતો. 

કોઈએ ખિસ્સામાં ભર્યા તો કોઈક રૂમાલમાં તો કોઈ ટોપીમાં કાજુ ભરતા નજરે પડ્યું હતું.

જ્યારે કેટલાક લોકો તો મુઠ્ઠી ભરીને ત્યાં ઊભા-ઊભા કાજુ ખાવા પણ લાગ્યા હતા.

મદદ કરવાને બદલે રાહદારીઓએ કાજુ ખાવાની મઝા લીધી હતી. 

BLACKOUT સમયે આ ગેજેટ્સ રાખો તમારી સાથે, દરેક મુશ્કેલીમાં આવશે કામ!

Aamir Khan બાદ કમલ હસને પણ દાખવી દેશભક્તિ

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghvi એ 15મી મે સુધી લાદ્યા પ્રતિબંધ

Gujaratfirst.com Home