logo-image


સુરત પોલીસની ફરી એકવાર સરાહનીય કામગીરી જોવા મળી છે.  

સુરત પોલીસનાં બે જવાન એક યુવતી માટે દેવદૂત બનીને આવ્યા હતા.

સણિયા હેમાદ ગામની સીમમાં રમાબેન વસાવા નામની યુવતીએ ઝેરી દવા ગટગટાવી હતી.

યુવતીને બચાવવા માટે પોલીસ જવાન અજમલ પટેલ, સજાણાભાઈ વરદાભાઈ વાન લઈને પહોંચ્યા હતા.

જ્યાં ગાડી ન પહોંચે એવી જગ્યાએ પોલીસ જવાનો PCR વાન લઈને પહોંચ્યા હતા. 

ખેતરમાં યુવતીને ખભે ઊંચકી ગારો વાળી જગ્યામાં ઉઘાડા પગે દોડી રેસ્ક્યૂ કર્યું હતું.

હોસ્પિટલમાં સમયસર સારવાર મળી જતાં યુવતીનો જીવ બચ્યો હતો. 

સુરત પો. કમિશનર અનુપમસિંહ ગેહલોતે બંને જવાનોની કામગીરીને બરદાવી સન્માનિત કર્યા હતા.

સીતારે જમીન પર ફિલ્મને બોયકોટ કરવાનો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે

ગુજરાત સરકારે ધો.10ની વિદ્યાર્થીને અપાવ્યો ન્યાય

વડોદરા શહેરમાં દૂષિત પાણીને લઈ લોકોમાં રોષ

Gujaratfirst.com Home