ક્રેડિટ સોસાયટીના નામે કૌભાંડ!
રાજ્યભરમાં છેતરપિંડીના ગુનાઓ આચરીને ભાગતી ફરતી મહિલા આરોપીને કપડવંજ પોલીસે ઝડપી પાડી છે. મૂળ રાજસ્થાનના માઉન્ટ આબુ અને યુપીના મેરઠની શાતિર મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
લોકોને વધુ વ્યાજની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્યારબાદ અન્ય દેશોમાં ભાગી ગઈ હતી. ત્યારથી રાજ્યના અનેક જિલ્લાની પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.
આરોપી નિશાએ ગુજરાતના કોઈ એક શહેર કે જિલ્લામાં છેતરપિંડી નથી કરી...અનેક જગ્યાના લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવ્યા છે.
અર્બુદા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના નામે વિવિધ શહેરોમાં ઓફિસ ખોલી હતી. ઓછા રોકાણમાં તગડા વળતરની લાલચ આપી રૂપિયા લીધા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ ગ્રામ્ય અને પાટણ સહિતના જિલ્લાના લોકોએ સારા વળતરની લાલચે અનેક લોકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યુ હતું.
તમામ લોકોના રૂપિયા લઈ ઓફિસે તાળા મારી રાતોરાત મહિલા ફરાર થઈ ગઈ હતી. નેપાળ સહિતના દેશોમાં ભાગતી ફરતી હતી. આ બાબતે વિવિધ જિલ્લામાં 15 જેટલી ફરિયાદ નોંધાઈ હતી.
ઉનાળુ વેકેશનને ધ્યાને રાખી રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય
ભારતે પાક. સાથે આયાત-નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
'શરીર અહીં જ રહેશે તો નરકમાં કોને સજા થશે?', પ્રેમાનંદજીએ જવાબ આપ્યો.