અજય દેવગનની સુપર હિટ ફિલ્મ 'SON OF SARDAR' ની સિક્વલ બનવા જઈ રહી છે
તે ફિલ્મમાં સંજય દત્ત પણ એક મુખ્ય ભૂમિકામાં હતા
હવે અહેવાલો અનુસાર, તેમને SON OF SARDAR 2 માંથી બહાર કરવામાં આવી શકે છે
રિપોર્ટ અનુસાર, સંજય દત્તની જગ્યાએ રવિ કિશન હવે SON OF SARDAR 2 માં એન્ટ્રી કરી રહ્યો છે
સંજય દત્તને વર્ષ 1993 માં કરેલી ભૂલને કારણે આ ફિલ્મ ગુમાવવી પડી છે
સંજય દત્તનું નામ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં સામે આવ્યું હતું
પોલીસ પૂછપરછ દરમિયાન સંજય દત્તે કબૂલ્યું હતું કે તેની પાસે AK-56 હતી
સંજય વિરુદ્ધ TADA એક્ટ હેઠળ કાર્યવાહી કરાઇ હતી અને તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો
આ કેસને કારણે સંજય દત્તની UK વિઝા અરજી રદ કરવામાં આવી છે
SON OF SARDAR 2 નું શૂટિંગ UK માં શરૂ થવા જઈ રહ્યું છે, માટે સંજય દત્ત ફિલ્મનો ભાગ બનશે નહીં