ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
સાણંદ તાલુકાનાં સનાથલ ગામનાં લંબે નારાયણ આશ્રમ ખાતે આ મહાયજ્ઞનું આયોજન કરાયું છે.
23 એપ્રિલથી 1 મે સુધી બગલામુખી માતાનો 108 કુંડી મહાયજ્ઞ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે.
આજે સાધુ-સંતો, મહંતો અને સેવકોની હાજરીમાં ભવ્ય રીતે ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.
મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત અવધૂત બાબા અરૂણગીરીજી મહારાજ આ કાર્યક્રમમાં હાજર રહ્યા.
ઉપરાંત, ધ્વજારોહણ સમયે મહામંડલેશ્વરમાં વિશ્વેશ્વરી ભારતી માતાજી ઉપસ્થિત રહ્યા હતા.
મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ અને મોટી સંખ્યામાં સેવકોએ પણ ધ્વજારોહણમાં હાજરી આપી હતી.
7 મે ના રોજ વોર સાયરન વાગશે, જરા પણ ગભરાશો નહીં!
આજે 6 મેના રોજ રચાશે ધૃવ યોગ અને લક્ષ્મી નારાયણ યોગ
Rain in Gujarat : આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી! આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર!