હે પ્રભુ! શું થાય છે? Sahara Desert માં પણ પૂર આવ્યું, કુદરતનો ચમત્કાર કે ખતરાની ઘંટડી?

આફ્રિકાના Sahara Desert માં સતત વરસાદના કારણે પૂર આવ્યું છે. આ દૃશ્ય ખૂબ જ દુર્લભ છે.

દક્ષિણ-પૂર્વ મોરોક્કોના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ બાદ પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ વરસાદ ત્યાંની વાર્ષિક સરેરાશ કરતાં વધુ હતો.

મોરક્કન હવામાન વિભાગની માહિતી અનુસાર, રાજધાની રાબાતથી 450 કિલોમીટર દૂર ટેગૌનાઇટ ગામમાં 24 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ પડ્યો.

નાસાની સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે જગોરા અને ટાટા વચ્ચેનું સૂકું સરોવર ઇરીકી ફરી ભરાઈ ગયું છે, જે અડધી સદીથી સૂકું હતું.

હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે છેલ્લા 50 વર્ષમાં પહેલીવાર Sahara Desert માં આટલો ભારે વરસાદ થયો છે. સોશિયલ મીડિયા પર રેતીની વચ્ચે પાણી ભરવાની તસવીરો વાયરલ થઈ રહી છે.

1974 માં પણ 6 વર્ષના દુષ્કાળ પછી Sahara માં વરસાદ પડ્યો હતો, જેણે પાછળથી પૂરનું સ્વરૂપ લીધું હતું.

મોરોક્કન હવામાન વિભાગના અધિકારી હુસિન યુબેના જણાવ્યા અનુસાર, આટલા ઓછા સમયમાં આટલો વરસાદ 30-50 વર્ષ પછી જોવા મળ્યો છે.

Sahara Desert નામ અરબી શબ્દ 'Sahara' પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ રણ થાય છે. તે વિશ્વનું સૌથી મોટું રણ છે અને 10 દેશોમાં ફેલાયેલું છે.

શરદ પૂર્ણિમાની રાત્રે કેમ ખીરને ઘરની છત પર રાખવામાં આવે છે? જાણો કારણ

વૃદ્ધાવસ્થાને કરો Bye Bye! ખાઓ દરરોજ આ ડ્રાયફ્રુટ અને પછી જુઓ તમારી સ્કીનમાં શું થાય છે ફેરફાર

એક એવું મંદિર જ્યાં ભગવાન સાથે કુતરાની પણ થાય છે પૂજા

Gujaratfirst.com Home