logo-image

શાનદાર ફીચર્સ સાથે આવી Hyundai ની નવી SUV

દક્ષિણ કોરિયાની કાર ઉત્પાદક હ્યુન્ડાઈ હવે SUV સેગમેન્ટમાં પણ પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ તેના ફ્લેગશિપ મોડલ 'Palisade'નું અનાવરણ કર્યું છે.

Hyundai એ 2018માં પહેલીવાર આ SUV ને વૈશ્વિક બજારમાં રજૂ કરી હતી. હવે તેનું સેકન્ડ જનરેશન મોડલ રજૂ કરવામાં આવી રહ્યું છે જે પહેલા કરતા ઘણું બદલાઈ ગયું છે.

સેકન્ડ જનરેશન Hyundai Palisade તેની બોક્સી અને સીધી ડિઝાઇનને કારણે રેન્જ રોવર જેવી સ્ટાઇલ ધરાવે છે. જે આજકાલ ટ્રેન્ડમાં છે.

21-ઇંચના વ્હીલ્સ પર આધારિત, નવી Palisade અગાઉના મોડલ કરતાં લાંબા વ્હીલબેઝ સાથે આવે છે. જે કારની અંદર સારી જગ્યા આપશે.

ફ્રન્ટમાં, LED DRL ની સાથે વર્ટિકલ-સ્ટેક઼્ડ રેક્ટેંગુલર LED હેડલેમ્પ્સ આપવામાં આવી છે.  

તેમાં ટેલલાઇટ્સ, રૂફ-ઇન્ટિગ્રેટેડ સ્પોઇલર, મિનિમલ ટેલગેટ ડિઝાઇન અને પાછળના બમ્પરના નીચેના ભાગમાં ફોક્સ સ્કિડપ્લેટ છે.

કંપનીએ આ SUVમાં સંપૂર્ણપણે નવું કેબિન અને ડેશબોર્ડ લેઆઉટ આપ્યું છે. તેમાં મોટી સાઇઝની ઇન્ફોટેનમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સ્ક્રીન છે.

Gondal Controversy : વિરોધ પ્રદર્શનમાં ગણેશ ગોંડલના સમર્થકો ભૂલ્યા ભાન! કર્યું શરમજનક કૃત્ય

આતંકવાદ વિરુદ્ધ લડતમાં વડાપ્રધાન મોદીને દરેક દેશનું મળ્યું સમર્થન

ક્રેડિટ સોસાયટીના નામે કૌભાંડ!

Gujaratfirst.com Home