પહેલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર વિશ્વ સ્તબ્ધ થયું છે.
ટ્રમ્પ, પુતિન, નેતન્યાહુ સહિતનાં વૈશ્વિક નેતાઓએ આ હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યુ છે.
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી સાથે વાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આતંકવાદ સામે લડાઈમાં ભારતની સાથે છે.
રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિને પણ હુમલાને ક્રૂર અપરાધ ગણાવ્યો છે.
PM બેન્જામિન નેતન્યાહૂ એ કહ્યું કે, ઇઝરાયલ આતંક સામેની લડાઈમાં ભારત સાથે છે.
ઈટાલીનાં PM જ્યોર્જિયા મેલોનીએ કહ્યું કે, ભારતમાં આતંકી હુમલાથી ઘણું દુ:ખ થયું છે.
UAE અને સાઉદી અરેબિયાએ કહ્યું કે, આતંકવાદ અસ્વીકાર્ય છે. અમે ભારતની સાથે છીએ.
ઓસ્ટ્રેલિયાનાં PM એન્થની અલ્બેનીઝે કહ્યું કે, નિર્દોષો પર આતંકી હુમલાથી સ્તબ્ધ છું.
આ સાથે ન્યુઝીલેન્ડ, નેપાળ, ગુયાના, શ્રીલંકા સહિતનાં દેશોએ પણ આતંકી હુમલાની નિંદા કરી છે.
Aditi Budhathoki Pics: અદિતી બુધાથોકીનો કિલર લુક વાયરલ
Chandola Lake Demolition પર ગૃહ રાજ્ય મંત્રીના નિવેદન
Pahalgam Terror Attack મુદ્દે નીતિન પટેલે પાકિસ્તાને આડે હાથ લીધું