'એનિમલ' ફિલ્મથી જાણીતી થનારી અભિનેત્રી તૃપ્તિ ડિમરી હાલ ખૂબ જ વ્યસ્ત છે.
અભિનેત્રી તૃપ્તિ ડિમરીની એક પછી એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે.
હાલ તેની રાજકુમાર રાવ સાથેની ફિલ્મ 'વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો' રિલીઝ થઈ છે.
આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફેન્સ તૃપ્તિના અભિનયનાં વખાણ કરી રહ્યા છે.
પરંતુ, શું તમે જાણો છો કે એક સમયે તૃપ્તિ ડિમરી એક યૂટ્યુબ ચેનલ સાથે કામ કરતી હતી.
તૃપ્તિએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે આ યૂટ્યુબ ચેનલ સાથે પ્રેંક વીડિયો બનાવતી હતી.
અભિનેત્રીએ કહ્યું કે, અમે ઘણા ફની વીડિયોઝ બનાવતા હતા. ત્યારે મને કોઈ વાતનો ડર નહોતો.
તેમને જણાવી દઈએ કે તૃપ્તિએ બુલબુલ અને લૈલા મજનૂ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.