logo-image

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો સુરતનાં શૈલેષ હિમતભાઈ કલાઠિયાનું મોત થયું છે. 

જમ્મા-કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલો થયો છે. જેમાં ભાવનગરમાં 2 પર્યટકોનો હજુ સુધી કોઈ સંપર્ક થયો નથી. યતીશભાઈ પરમાર અને સ્મિત પરમારનો કોઈ સંપર્ક થયો નથી. 

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ફસાયેલા ગુજરાતીઓની સુરક્ષા વધારાઈ છે. પાલનપુર અને ગાંધીનગરનાં પ્રવાસીઓને અન્ય જીલ્લામાં ખસેડાયા છે. 

રામબનથી બનીહાલ જિલ્લામાં પ્રવાસીઓને ખસેડાયા છે. બનીહાલ સેન્ટર હોમમાં 50 પ્રવાસીઓને રખાયા છે. તેમજ આર્મી પેરામિલિટરી ફોર્સ સાથે કલેક્ટર અને SP પ્રવાસીઓની સુરક્ષામાં તૈનાત છે. 

ભાવનગરનાં સાંસદ નીમુબેન બાંભણિયાએ નિવેદન આપ્યું છે કે, વિનોદભાઈ ઈજાગ્રસ્ત થયા છે. તેમજ ભાવનગર વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છે. 

પહેલગામ આતંકી હુમલાને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે. હુમલાની જગ્યાએથી તપાસ એજન્સીઓને બાઈક મળી આવ્યું છે. નંબર પ્લેટ વગરના બાઈકને એજન્સીઓએ કર્યું જપ્ત. 3 આતંકીઓ બાઈક પર આવ્યા હોવાની આશંકા છે.


શ્રીનગરમાં ગૃહપ્રધાન અમિત શાહની હાઈ લેવલ બેઠક યોજી છે. તમામ એજન્સીઓ સાથે કરી ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક. બેઠકમાં સેના, પોલીસ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા છે. 

Civil Defense Mock Drill : સિવિલ ડિફેંસ મૉક ડ્રિલનો શું છે ઉદ્દેશ્ય ? કેમ છે જરૂરી ? વાંચો વિગતે

India Attack on Pakistan : ગભરાશો નહીં, 7 મે ના રોજ વોર સાયરન વાગશે

War Situation માં ખાસ પ્રકારની Siren થી નાગરિકોને એલર્ટ કરાય છે

Gujaratfirst.com Home