સંગીતમી દુનિયામાં મૈથિલી ઠાકુર આજે ખૂબ જ પ્રચલિત નામ બન્યું છે
બિહારની મૈથિલી તેના બે નાના ભાઈઓ સાથે સોશિયલ મીડિયા પર ભજન અને લોકગીતો ગાતી જોવા મળે છે
ખૂબ જ નાની ઉંમરમાં મૈથિલી ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૈથિલી ઠાકુરને કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરી હતી
મૈથિલી ઠાકુરનો જન્મ 25 જુલાઈ 2000ના રોજ બિહારના મધુબની જિલ્લાના એક નાનકડા ગામ બેનીપટ્ટીમાં થયો હતો
તેમને નાનપણથી જ સંગીતમાં રસ હતો અને તેણે ચાર વર્ષની ઉંમરે સંગીતની સફર શરૂ કરી હતી
મૈથિલીના પિતા સંગીત શિક્ષક છે, જ્યારે તેની માતા ભારતી રમેશ ઠાકુર ગૃહિણી છે
મૈથિલીના બે ભાઈઓ ઋષભ ઠાકુર અને અયાચી ઠાકુર પણ સંગીતના જાણકાર છે
મૈથિલીનું પ્રારંભિક શિક્ષણ ગામમાં થયું હતું પરંતુ થોડા સમય પછી તેનો પરિવાર દિલ્હી આવી ગયો
મૈથિલીએ દિલ્હી યુનિવર્સિટીની આત્મારામ સનાતન ધર્મ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે
તેણે વર્ષ 2018 માં તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી, જેના લગભગ 4 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૈથિલીની સંપત્તિ કરોડોમાં છે, તે યુટ્યુબથી લગભગ 50 લાખ રૂપિયા કમાય છે