ઈલેક્ટ્રિક કાર સાથે ભારતમાં પ્રવેશ કરશે આ મોટી કંપની!
બ્રિટિશ લક્ઝરી સ્પોર્ટ્સ કાર કંપની LOTUS એ ગયા વર્ષે નવેમ્બરમાં ભારતીય બજારમાં પહેલું પગલું ભર્યું હતું.
કંપનીએ ભારતમાં તેની પ્રથમ કાર તરીકે Lotus Eletre લોન્ચ કરી.
2.55 કરોડ રૂપિયાની શરૂઆતની કિંમત સાથેની આ ઇલેક્ટ્રિક કારે બજારમાં આવતાની સાથે જ ઘણી ચર્ચાઓ શરૂ કરી હતી.
ઓટોકારના રિપોર્ટ અનુસાર, ભારતમાં લોટસનો પહેલો શોરૂમ દેશની રાજધાની દિલ્હીમાં બની રહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC)માં ખોલવામાં આવશે.
કંપની તેના દિલ્હી શોરૂમને વિશ્વભરના તેના અન્ય શોરૂમની જેમ ડિઝાઇન કરી રહી છે.
આ શોરૂમમાં કાર ડિસ્પ્લે ઉપરાંત કસ્ટમાઇઝેશન માટે અલગ જગ્યા હશે. જ્યાં ગ્રાહકો પોતાની પસંદગી મુજબ કારને કસ્ટમાઈઝ કરી શકશે.
હાલમાં ભારતીય બજારમાં કંપનીના પોર્ટફોલિયોમાં માત્ર એક જ મોડલ Lotus Eletre છે. પરંતુ આગામી સમયમાં અહીં કેટલીક વધુ કાર લોન્ચ કરવામાં આવશે.