IPL વિશ્વભરમાં ક્રિકેટની સૌથી સફળ લીગ છે. દર વર્ષે ચાહકો તેની રાહ જોતા હોય છે.
શું તમે જાણો છો કે IPL ની એક જ મેચમાં 50 થી વધુ રન અને 3 વિકેટ લેનારા TOP 5 ખેલાડીઓ કોણ છે ?
IPL 2011 માં વેસ્ટ ઈન્ડિઝનાં બેટ્સમેન ક્રિસ ગેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમ તરફથી પંજાબ કિંગ્સ સામે 107 રનની ઈનિંગ રમી હતી અને 21 રનમાં 3 વિકેટ પણ લીધી હતી.
આ યાદીમાં બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન છે, જેણે IPL 2011 માં જ RR તરફથી રમીને MI સામે 89 રન બનાવ્યા હતા અને 19 રનમાં 3 વિકેટ પણ લીધી હતી.
પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. IPL 2014 માં RCB નું પ્રતિનિધિત્વ કરતી વખતે, રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચમાં 83 રનની ઇનિંગ રમી હતી અને 35 રનમાં 4 વિકેટ પણ લીધી હતી.
ચોથા નંબર પર અફઘાન ક્રિકેટર રાશિદ ખાન છે, જેણે IPL 2023 માં ગુજરાત ટાઇટન્સ તરફથી MI સામે 79 રનની ઈનિંગ રમી હતી અને 30 રનમાં 4 વિકેટ પણ લીધી હતી.
IPL 2011 માં પંજાબ કિંગ્સનાં ભૂતપૂર્વ બેટ્સમેન પોલ વલથાટી છે, જેણે તે સિઝનમાં ડેક્કન ચાર્જર્સ સામે 75 રનની ઇનિંગ રમી હતી અને ત્યારબાદ 29 રનમાં 4 વિકેટ પણ લીધી હતી.
IPL 2025 ની મેગા હરાજી રિયાદમાં થઈ શકે છે. આ પહેલા તમામ ટીમોએ 31 ઓક્ટોબર સુધીમાં રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરવાની રહેશે.
24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શન થઈ શકે છે. જો કે તેની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.