ભારતે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવીને સિરીઝ
3-0 થી જીતી લીધી છે
ભારતે આ મેચ સુપર ઓવરમાં રોમાંચક રીતે જીતી હતી
મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવના નિર્ણયની દરેક વ્યક્તિ ચર્ચા કરી રહ્યા છે
કેમ કે મેચમાં મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ હોવા છતાં, નિર્ણાયક ઓવર રીન્કુને અપાઈ હતી
હવે કેપ્ટન સૂર્યકુમાર યાદવે આમ કરવા પાછળ ખુલાસો કર્યો છે
તેમણે કહ્યું - 'મારા માટે 19મી ઓવરને લઈને નિર્ણય લેવો થોડો મુશ્કેલ હતો'
'પરંતુ મને લાગ્યું કે તે વિકેટ માટે રિંકુ વધુ સારી પસંદગી છે, કેમ કે તેને બોલિંગ કરતા મે જોયો છે'
વધુમાં સૂર્યાએ કહ્યું કે - 'ઘણી વાર મેં તેને નેટ્સ પર ઘણી પ્રેક્ટિસ કરતા પણ જોયો છે'
રીન્કુ સિંહ બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો પરંતુ બોલિંગમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું
રીન્કુએ નિર્ણાયક 19 મી ઓવરમાં 3 રન આપી 2 વિકેટ ઝડપી હતી
પાકિસ્તાનમાં હેલ્મેટ ન પહેરવા પર કેટલો દંડ?
'હાર ન માનો...', હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા પછી જીવનમાં આગળ વધી રહી છે નતાશા
AC ચાલુ કરતા પહેલા આ જરૂરી કામ કરો, નહીં તો મોટી દુર્ઘટના થઈ શકે છે!