14 વર્ષનો વૈભવ સૂર્યવંશી કેટલા શિક્ષિત છે? IPLમાં સિક્સર વડે કર્યું હતું ડેબ્યૂ
શનિવારે, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં છગ્ગો ફટકારીને ડેબ્યૂ કર્યું. વૈભવે 20 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 34 રન બનાવ્યા.
IPL 2025 મેગા ઓક્શનમાં વૈભવને 1.10 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે IPLમાં ડેબ્યૂ કરનાર દેશનો સૌથી યુવા ખેલાડી બન્યો છે.
વૈભવ લાંબા છગ્ગા મારવા માટે જાણીતો છે, જેની ઝલક તેણે પોતાની પહેલી મેચમાં જ બતાવી દીધી છે.
તેણે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની અંડર-19 ટેસ્ટ ક્રિકેટ મેચમાં માત્ર 62 બોલમાં 104 રનની ઇનિંગ રમીને બધાનું ધ્યાન ખેંચ્યું.
વૈભવ સૂર્યવંશીએ ઘરેલુ ક્રિકેટમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેણે રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જેવી સ્પર્ધાઓમાં પોતાની રમતથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે.
વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ, 2011ના રોજ સમસ્તીપુર, બિહારમાં થયો હતો. વૈભવે ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
વૈભવ સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના આદર્શ માને છે. વૈભવનું સ્વપ્ન ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો ભાગ બનવાનું છે.
Kamal Haasan ની ફિલ્મ 'ઠગ લાઈફ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે
સાયન્સ ઓફ કો ઓપરેશન અને સાયન્સ ઈન કો ઓપરેશ સાથે આગળ વધવાનું છે-અમિત શાહ
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પાકિસ્તાન પર કર્યા આકરા વાકપ્રહાર