UPSC એ આજે સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2024 નું પરિણામ જાહેર કર્યું છે.
ટોપ-5 માં ગુજરાતીની 2 યુવતીએ પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. ટોપ-30 માં 3 ગુજરાતી છે.
ઇન્ડિયા લેવલે પ્રયાગરાજની શક્તિ દુબેએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા ક્રમે રહી છે. જ્યારે માર્ગી શાહ ચોથા ક્રમે રહી છે.
હર્ષિતા ગોયલે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, પરિવારનું સપનું પૂર્ણ થયું છે.
હર્ષિતાએ કહ્યું કે, બે ટ્રાયલ બાદ ત્રીજા ટ્રાયલમાં ક્લિયર થયું. સતત મહેનત બાદ સફળતા મળે જ છે.
હર્ષિતા ગોયલે જણાવ્યું કે, UPSC ક્લિયર કરવા માટે મજબૂત મનોબળ જરુરી હોય છે.
હર્ષિતા ગોયલનો જન્મ હરિયાણામાં થયો હતો અને તેનો ઉછેર ગુજરાતમાં થયો છે.
હર્ષિતાએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાંથી કોમર્સનો અભ્યાસ કર્યો છે.
તેણીએ અગાઉ CA તરીકે સફળ કારકિર્દી બનાવી હતી. જોકે, UPSC ક્લિયર કરવાનું સપનું હતું.
કાઈલી જેનરે દરિયા વચ્ચે આપ્યા બોલ્ડ પોઝ
Satyajit Ray એકમાત્ર ભારતીય ફિલ્મ ડાયરેક્ટર છે જેમને ઓસ્કર મળ્યો હોય
અમદાવાદનાં ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને આશરો આપનાર લલ્લા બિહારીની ધરપકડ