ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યો હતો.
રાજકુમાર જાટની મોતનાં પડઘા ગુજરાત, રાજસ્થાન અને રાજધાની દિલ્હી સુધી પડ્યા છે.
મૃતક યુવકના સમાજ દ્વારા ઊગ્ર રોષ વ્યક્ત કરી પીડિત પરિવારને ન્યાય અપાવવાની માગ ઊઠી છે.
આ મામલે હવે ગ્રાન્ડમાસ્ટર શિફુજી શૌર્ય ભારદ્વાજે સો. મીડિયા પર વીડિયો પોસ્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેમણે આરોપ લગાવી કહ્યું કે, બંદૂકનાં જોરે રાજકુમારનું અપહરણ કરી તેને ટોર્ચર કરાયો હતો.
રાજકુમારનું અકસ્માતે મોત થયું કે પછી ષડયંત્ર રચાયું ? તે હાલ પણ એક ગંભીર સવાલ છે.
શિફૂજી શૌર્ય ભારદ્વાજે ગોંડલનાં પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનું પણ નામ લીધું હતું.
તેમણે કહ્યું કે, જયરાજસિંહ અને તેમના પરિવારનું નામ કોઈ નથી લેતું. ગણેશ ગોંડલ સામે અગાઉ કેસ થઈ ચુક્યા છે.
શિફૂજીએ કહ્યું કે, ક્યાં સુધી આપણે બાહુબલી નેતાઓનો જુલમ સહીશું ?
શિફૂજીએ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊઠાવ્યા અને આ કેસમાં CBI તપાસની માગ કરી છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ, મોકડ્રીલ પણ કરવામાં આવ્યું
પાકિસ્તાનને પાઠ ભણાવતી ફિલ્મો બોલિવૂડમાં ધૂમ મચાવે છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી