રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રાજકીય અને સમાજિક માહોલ ગરમાયો છે.
સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ ગોંડલ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો હતો.
જે બાદ આજે અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ, ધાર્મિક માલવીયા ગોંડલની મુલાકાતે આવ્યા હતા.
દરમિયાન, ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા બેનરો, કાળી પટ્ટી સાથે તેમનો ઊગ્ર વિરોધ કરાયો હતો.
ગણેશ ગોંડલનાં સમર્થકોએ અલ્પેશ કથીરિયાના કાફલા પર હુમલો કરી ગાડીઓનાં કાંચ તોડ્યા હતા.
ગણેશ ગોંડલનાં સમર્થકો પોતાનું ભાન ભૂલ્યા હતા અને રાષ્ટ્રધ્વજનું અપમાન પણ કર્યું હતું.
થાર કાર પર લાગેલા તિરંગા ઝંડાને સમર્થકો પૈકી એક વ્યક્તિ દ્વારા તોડી નીચે ફેંકવામાં આવ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સો. મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.
રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
IMF એ પાકિસ્તાનને લગભગ USD 1 બિલિયનની તાત્કાલિક સહાયને મંજૂરી આપી છે
CCPA એ ઓનલાઈન વેચાતા Walkie-talkieના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
પાકિસ્તાન પર પરમાત્માનો પ્રકોપ