રાજ્યભરમાં ગેરકાયદે રહેતા લોકો સામે તવાઈ
જમ્મુ- કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા બાદ એક્શનમાં આવેલ ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદોની તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસરી રીતે ગુજરાતમાં રહેતા લોકોની અટકાયત કરી છે. પોલીસ દ્વારા તપાસમાં કુલ 104 ગેરકાયદે બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 800થી વધારે લોકોની પૂછપરછ હાથ ધરી છે. નાગરિકતાના આધાર પુરાવા મેળવી પૂછપરછ કરાઇ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ગેરકાયદેસરી રીતે રહેતા બાંગ્લાદેશોની અટકાયત કરી તેઓની પૂછપરછ કરી હતી. તેમજ 623 લોકોને દસ્તાવેજની તપાસ બાદ છોડી મૂકાયા હતા.
104 બાંગ્લાદેશીની અટક કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 104 પૈકી 85 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે. 104 જેટલા બાંગ્લાદેશીને ડિટેન્શન સેન્ટર લઈ જવાશે. પૂછપરછ બાદ તેમના દેશમાં પરત મોકલવામાં આવશે.
સાબરકાંઠાના ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ગંભીર અકસ્માતમાં છ વ્યક્તિઓના મોત
Sukhpreet Kaur Case : MP ની મોડેલનો સુરતમાં આપઘાત, પરિવાર સાથે Video કોલ પર કરી હતી વાત, મોટો ખુલાસો!
ઉનાળુ વેકેશનને ધ્યાને રાખી રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય