બજાજનો ધડાકો! નવી Pulsar N 125 રજૂ કરી

હાલમાં જ કંપનીએ વિશ્વની પ્રથમ CNG બાઇક ફ્રીડમ 125 લોન્ચ કરી છે.


હવે 125 cc એન્જિન સેગમેન્ટમાં કંપનીએ બીજી નવી બાઇક Pulsar N125 રજૂ કરી છે

This browser does not support the video element.

બજાજ ઓટો દ્વારા આ નવી બાઇકનો વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બાઈકનો લુક અને ડિઝાઈન સંપૂર્ણ રીતે સામે આવ્યો

નવી બાઇકની ડિઝાઇન એકદમ સ્પોર્ટી છે જે તેને અન્ય પલ્સર મોડલ્સથી અલગ પાડે છે. આગળનો હેડલેમ્પ સેક્શન કોમ્પેક્ટ છે પરંતુ હોરીઝોન્ટલ LED હેડલેમ્પ એસેમ્બલી એકદમ યુનિક છે.

ફ્રન્ટ ફોર્ક સસ્પેન્શન પ્લાસ્ટિક કવરથી ઢંકાયેલું છે જે તેને હેવી લુક આપે છે. આ સિવાય મલ્ટિ-લેયર ફ્રન્ટ ફેન્ડર બાઇકને મસ્ક્યુલર લુક આપે છે.

કંપનીએ તેમાં નાની પરંતુ શિલ્પવાળી ફ્યુઅલ ટેન્ક આપી છે. તેની સ્પ્લિટ સ્ટાઇલ સીટ, શાર્પ ટેલ લાઇટ અને ચંકી ગ્રેક રેલ તેને વધુ સ્પોર્ટી બનાવે છે.

જ્યાં સુધી ફીચર્સની વાત છે, તેમાં સંપૂર્ણ-ડિજિટલ કન્સોલ છે. આશા છે કે કંપની આ બાઇકને બ્લૂટૂથ કનેક્ટિવિટીથી સજ્જ કરશે.

શક્ય છે કે આ બાઇક હાલના Pulsar 125 cc એન્જિન સાથે ઓફર કરવામાં આવે. આ એન્જિન 11.99 PSનો પાવર અને 11 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

Smita Patil ની આ ક્લાસિક ફિલ્મોએ સમાંતર સિનેમાને નવી ઉડાન આપી

જ્યારે Hema malini એ ધર્મેન્દ્ર સાથેના રોમેન્ટિક કોલ પર નસકોરાં લેવાનું શરૂ કર્યું

Elon Musk ની કંપનીમાં નોકરી કરવાની તક, રૂપિયા 5000 પ્રતિ કલાકની ઓફર

Gujaratfirst.com Home