ઉનામાં વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી ભાઈએ જ બહેનનો સુહાગ છીનવી લીધો
ઉનામાં વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ભાઈ એ જ બહેનનો સુહાગ છીનવી લીધો છે. પોતાના બનેવીને રોડ વચ્ચે જ કાર થી કચડી મોતને ઘાટ ઉતારતા ખળભળાટ મચ્યો છે.
કોડીનાર ના વેલણ ગામે રહેતા ભરત ગિરી ઉર્ફે ભારતીગીરી ગૌસ્વામી નામના 56 વર્ષના આઘેડનો અકસ્માત થયા ૃની જાણ પોલીસ માં કરવામાં આવી હતી.
તેમને સારવારમાં ખસેડાયો હતો જ્યાં તેમનું મોત થયાનું જાહેર થયું હતું. જેને લઈ પોલીસને શંકા કુશંકા ગઈ હતી.
મૃતકના દીકરાએ મામા સામે હત્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી રોહિતગિરીને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
સાળા એ જ પોતાના બનેવી ને કચડી નાખ્યો જે વાત શરૂઆતમાં પરિવારે છુપાવી અજાણ્યા વાહને હડફેટના કારણે ભરતગિરીનું મોત થયું હોવાની જાણકારી પોલીસ ને આપી હતી.
ઉના પોલીસે આ સમગ્ર મામલે આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
BLACKOUT સમયે આ ગેજેટ્સ રાખો તમારી સાથે, દરેક મુશ્કેલીમાં આવશે કામ!
Aamir Khan બાદ કમલ હસને પણ દાખવી દેશભક્તિ
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghvi એ 15મી મે સુધી લાદ્યા પ્રતિબંધ