logo-image

અમદાવાદની સોલા પોલીસે એવા આરોપીની ધરપકડ કરી છે જેની કરતૂત અંગે જાણી ચોંકી જશો!

જામનગરમાં 9 માસથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપી HC માં નકલી સરકારી વકીલ બની ગયો.

ચાંદલોડિયામાં રહેતી પરિણીતાનો પતિ 18 મહિનાથી આરોપી તરીકે પોલીસ કસ્ટડીમાં છે.  

નીચલી કોર્ટથી પતિને જામીન ન મળતા મહિલાએ HC માં અરજી કરી હતી.

ત્યારે આરોપી યુવક નકલી સરકારી વકીલ બનીને મહિલાને મળ્યો અને રૂ.75 હજાર માગ્યા હતા.

આરોપીએ મહિલાને જામીનમાં મદદ કરવાની અને ધારદાર દલીલો ન કરવાની વાત કરી હતી.

આરોપી જ્યારે વકીલના પહેરવેશમાં મહિલાને મળ્યો ત્યારે તેણીને શંકા થઈ. 

મહિલાએ ખાનગી વકીલને વાત કરતા શખ્સ નકલી સરકારી વકીલ હોવાનો ઘટસ્ફોટ થયો.

સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા નકલી સરકારી વકીલની ઘરપકડ થઈ.

આરોપીનું નામ મયંક સંઘાણી અને 2016 માં મિત્ર કિરણ થડેશ્વરની હત્યા કરી હોવાનું ખુલ્યું.

જામનગર પોલીસનાં ચોપડે ચડેલો મયંક સંઘાણીએ ગત વર્ષે પેરોલ મેળવ્યા હતા. 

India-Pakistan War સંદર્ભે વડાપ્રધાને ગુજરાત વિશે મેળવી માહિતી

યુદ્ધ જેવી પરિસ્થિતિમાં, આ ફોન સેટિંગ્સ ચાલુ રાખો, મળશે Emergency Alerts

દરિયાકાંઠાના વિસ્તારમાંથી સપાટીથી હવામાં પ્રહાર કરતી બરાક-8 મિસાઇલનું પરીક્ષણ સફળ રહ્યું

Gujaratfirst.com Home