અમદાવાદની સાબરમતી નદીમાં ગેરકાયદે ખનનનો ગુજરાત ફર્સ્ટ દ્વારા પર્દાફાશ કરાયો છે.
સાબરમતી નદીમાં ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસરનો બ્રિજ પણ બનાવવામાં આવ્યો હતો.
નદીમાં પાલડી કાંકજ અને કાસીન્દ્રા વચ્ચેનાં ભાગે ગેરકાયેદસરનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી તો ખનન માફિયાઓ પોતાનાં વાહન લઈ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.
ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની હવે ધારદાર અસર જોવા મળી છે અને સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે.
સાબરમતી નદીમાં બનાવેલા ગેરકાયેદસરનાં બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે.
સાબરમતી નદીમાં ખનન અંગે ગુજરાત ફર્સ્ટનાં અહેવાલનાં પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે.
ગાંધીનગરમાં ખાણ-ખનીજ વિભાગને આ કૌભાંડ ધ્યાને આવતા તપાસનાં આદેશ કર્યા છે.
ફરી એકવાર ગુજરાત ફર્સ્ટે પોતાની જવાબદારી નીભાવી છે રેતી માફિયાઓનાં મનસૂબા પર પાણી ફેરવ્યું છે.
કારેલાની કડવાશ થોડીવારમાં ગાયબ થઈ જશે, ફક્ત આ ઘરેલું ઉપાયો અપનાવો
પ્રીતિ ઝિન્ટાની ટીમને મોટો આંચકો! 4.2 કરોડના ખેલાડીની IPLમાંથી વિદાય
1700 દરવાજા તોડી નાખનાર CIDના દયાએ જ્યારે તેના સહ-અભિનેતાને સ્પર્શ કર્યો, ત્યારે તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું.