ભરૂચનાં જંબુસર તાલુકાનાં વેડચ ગામે એક સાથે બે મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી.
વેડચ ગામે આવેલ કાનજી મામા વિસ્તારમાં બે મકાનમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી હતી.
આગની ચપેટમાં ઘરમાં રાખેલ 1.25 લાખ રોકડા, દાગીના, તમામ સામાન બળીને ખાખ થયો છે.
નજીકમાં આવેલ PGP ગ્લાસ કંપનીના લોકો, જંબુસર ન.પા. ફાયર ફાઈટરો આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો.
ફાયર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે.
અચાનક શોર્ટ સર્કિટનાં કારણે મકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર મામલે વેડચ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓપરેશન સિંદૂરને લીડ કરનારા કર્નલ સોફિયા છે ગુજરાતી
ભારતે માત્ર 33 મિનિટમાં પાર પાડ્યું 'ઓપરેશન સિંદૂર', જુઓ Live નજારો
ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક, ઓપરેશન સિંદૂરની જાણો ટાઈમલાઈન