Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India માંથી વર્ષ 2100 સુધીમાં લગ્નની પરંપરા વિલુપ્ત થઈ જશે! વાંચો અહેવાલ

ભવિષ્યમાં માનવ સંબંધના માળખાઓમાં પણ ફેરફાર થશે વૈશ્વિક સ્તરે વસ્તી પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે આજે દરેક મહિલાઓ આત્મર્નિભર બની રહી છે Will Marriage Tradition End by 2100 : આ આધુનિક યુગમાં દરેક પ્રાચીન સભ્યતાઓ અને પરંપરાઓનું નવિનીકરણ...
india માંથી વર્ષ 2100 સુધીમાં લગ્નની પરંપરા વિલુપ્ત થઈ જશે  વાંચો અહેવાલ
  • ભવિષ્યમાં માનવ સંબંધના માળખાઓમાં પણ ફેરફાર થશે
  • વૈશ્વિક સ્તરે વસ્તી પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે
  • આજે દરેક મહિલાઓ આત્મર્નિભર બની રહી છે

Will Marriage Tradition End by 2100 : આ આધુનિક યુગમાં દરેક પ્રાચીન સભ્યતાઓ અને પરંપરાઓનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમાં અનેક ફેરફારો થતા જોવા મળે છે. તે ઉપરાંત અનેક એવી પરંપરાઓ છે, આ આધુનિક યુગમાં વિલુપ્ત થઈ રહી છે. ત્યારે આવી જ એક પરંપરા અને રસમ આગાવી વર્ષોમાં વિલુપ્ત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંભાવના લગ્નજીવનને લઈ વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

ભવિષ્યમાં માનવ સંબંધના માળખાઓમાં પણ ફેરફાર થશે

એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, વર્ષ 2100 સુધીમાં લગ્નની પરંપરા વિલુપ્ત થઈ જશે. વિશ્વમાં કોઈપણ વ્યક્તિ લગ્ન કરશે નહીં. જોકે આ ઘટના એક ચિંતાજનક ઘટના છે. ત્યારે આ ઘટનાને લઈ એક નિષ્ણાતે વીડિયો શેર કર્યો છે. ત્યારે આ વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે, લગ્ન જેવા પવિત્ર સંબંધ આજના આધુનિક યુગમાં ચિંતાજનક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. તે ઉપરાંત આ ફેરફારમાં સામાજિક બદલાવો, વ્યક્તિવાદમાં થતો વધારો અને વિકસિત પરંપરાઓ પણ મહત્વનો ભાગ ભવજવ્યો છે. આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાને આત્મર્નિભર બનાવવાની હોળ લાગી છે. તે ઉપરાંત લિવઈન રિલેનશિપમાં વધારો થઈ રહ્યો છે. તેના કારણે લગ્નની જરૂરિયાત સમાપ્ત થઈ રહી છે.

આ પણ વાંચો: આ છે દુનિયાના સૌથી મોંઘો ચોખા, 1 કિલોનો ભાવમાં 1 મહિનાનું રાશન આવી જાય

Advertisement

આજે દરેક મહિલાઓ આત્મર્નિભર બની રહી છે

 

View this post on Instagram

 

A post shared by Podcast Pub (@podcast.pub)

ભવિષ્યમાં માનવ સંબંધના માળખાઓમાં પણ ફેરફાર થશે. તેની પાછળનું એક કારણે એ પણ સામે આવ્યું છે કે, આજે દરેક મહિલાઓ આત્મર્નિભર બની રહી છે. દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. તે ઉપરાંત શિક્ષણ સ્તરે પણ મહિલાઓ પુરુષોને માત આપી રહી છે. તેઓ આર્થિક જરૂરિયાતોને સ્વંયરીતે પૂર્ણ કરવા માટે સક્ષમ બની રહી છે. તે ઉપરાંત આ પ્રકારની મહિલાઓની તાદાત પણ દિવસે અને દિવસે વધી રહી છે. બીજી તરફ મહિલાઓ પોતાની આઝાદીના નામે લગ્નજીવનનો પણ અંત કરી રહી છે. તો અમુક કિસ્સાઓ મહિલાઓ લગ્ન બાદ બાળકો પેદા કરવાના મામલે પણ મૂંઝવણ અનુભવે છે.

Advertisement

વૈશ્વિક સ્તરે વસ્તી પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે

તો જો આજ પ્રકારની પરિસ્થિતને વેગ મળતો રહેશે, તો વર્ષ 2100 સુધીમાં લગ્નની પરંપરા દુનિયામાંથી નાબૂદ થઈ જશે. એક અભ્યાસ મુજબ, હાલમાં પૃથ્વી પર 8 અબજ લોકો વસે છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર થશે. વૈશ્વિક સ્તરે વસ્તી પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ પરિવર્તનની ભવિષ્યમાં માનવીઓ પર વધુ અસર પડશે. 1950 ના દાયકાથી તમામ દેશોમાં જન્મ દર ઘટી રહ્યો છે. 1950 માં વસ્તી પ્રજનન દર 4.84% હતો. 2021 સુધીમાં તે ઘટીને 2.23% થઈ ગયો છે. 2100 સુધીમાં તે ઘટીને 1.59% થવાની શક્યતા છે.

આ પણ વાંચો: પ્રાચીન ગ્રંથોમાં સમુદ્રી રાક્ષસ કહેવાતી અપશુકન માછલી મળી આવી, જુઓ વીડિયો

Tags :
Advertisement

.