લો બોલો, ચોરો કર્મચારી તરીકે કામ કરશે, પગાર સાથે આ વિવિધ સુવિધા
- પોલીસે તેમની પાસેથી 44 મોબાઈલ ફોન જપ્ત કર્યા
- સ્ટેશન અને બજારોમાંથી મોબાઈલ ફોનની ચોરી કરતા
- મનોજ મંડલ અને કરણ વિરુદ્ધ પહેલાથી ગુના નોંધાયેલા
UP Thieves Gang Fixed salary : Uttar Pradesh ના Gorakhpur માં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં મોબાઈલ ચોરોની એક ટોળકી તેના કર્મચારીઓને કોર્પોરેટ કંપનીઓ કરતાં વધુ સારી સુવિધા પૂરી પાડતી હતી. આ Gang તેના સભ્યને માત્ર રૂ. 15,000 પ્રતિ માસનો ફિક્સ પગાર સાથે મફત ભોજન અને મુસાફરી ભથ્થું પણ આપતી હતી. આ કેસમાં ગુનાની દુનિયાને નવા પરિપ્રેક્ષ્યથી જોવામાં આવે છે, જ્યાં ગુનેગારો હવે અમુક વ્યક્તિઓ માટે કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે.
પોલીસે તેમની પાસેથી 44 મોબાઈલ ફોન જપ્ત કર્યા
એક અહેવાલ અનુસાર, આ ઘટનાએ સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. Gang ના સભ્યોને તેમના કામ માટે પગાર, ખોરાક અને મુસાફરી ભથ્થાં મળતા હતા. જેના કારણે આ Gang સામાન્ય ગુનેગાર Gang કરતાં તદ્દન અલગ દેખાતી હતી. આ ટોળકીનું નેતૃત્વ ઝારખંડના મનોજ મંડલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેના બે સહયોગી કરણ કુમાર અને તેના 15 વર્ષના ભાઈની શુક્રવારે રાત્રે Gorakhpur રેલ્વે સ્ટેશન નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી 44 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેની કિંમત આશરે રૂ. 10 લાખ છે.
આ પણ વાંચો: દીકરાએ માતાના બલિદાનનું ઋણ અનોખી રીતે ચૂકવ્યું, જુઓ Video
સ્ટેશન અને બજારોમાંથી મોબાઈલ ફોનની ચોરી કરતા
Gorakhpur જીઆરપી એસપી સંદીપ કુમાર મીનાએ જણાવ્યું કે Gang ના સભ્યો નાના લક્ષ્યોથી શરૂઆત કરતા હતા અને ધીમે ધીમે મોટા મિશન પર કામ કરતા હતા. મનોજ મંડલ તેના ગામ સાહેબગંજમાં પૈસાની તંગીથી ઝઝૂમી રહેલા યુવાનોની ભરતી કરતો હતો. આ Gangના સભ્યો થોડા શિક્ષિત હોવાથી તેઓ અન્ય લોકો સાથે સરળતાથી ભળી જતા હતા. આ Gang ના સભ્યો Gorakhpur, સંત કબીર નગર, મહારાજગંજ અને કુશીનગરમાં આ ટોળકી રેલ્વે સ્ટેશન અને બજારોમાંથી મોબાઈલ ફોનની ચોરી કરતા હતા.
મનોજ મંડલ અને કરણ વિરુદ્ધ પહેલાથી ગુના નોંધાયેલા
આ Gang ને પોલીસે 200 થી વધુ સીસીટીવી કેમેરામાંથી મળેલી માહિતીના આધારે પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ રિપોર્ટ અનુસાર મનોજ મંડલ વિરુદ્ધ ચાર અને કરણ વિરુદ્ધ બે ગુના નોંધાયેલા છે. પોલીસે હવે 15 વર્ષના છોકરાની ગુનાહિત ભૂમિકાની તપાસ શરૂ કરી છે. આ ટોળકી ભલે થોડા સમય માટે સફળ રહી હોય પરંતુ તેમનો નાપાક પ્લાન હવે નિષ્ફળ ગયો છે અને Gang ઝડપાઈ ગઈ છે.
આ પણ વાંચો: ના ખ્રિસ્તી, ના હિન્દુ... 2070 માં વિશ્વનો સૌથી મોટો બનશે ધર્મ ઇસ્લામ