Cooler માં પાણી ભરવા માટે કર્યો અનોખો જુગાડ...જૂઓ Viral Video
- Summer માં કુલરમાં સરળતાથી પાણી ભરવાનો જુગાડ
- આ જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
- ના ડોલ, ના પાઈપ માત્ર 1 ખાલી વોટર બોટલથી Cooler માં સરળતાથી ભરી શકાય છે પાણી
Viral Video : સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કુલરમાં પાણી જાતે જ ભરાઈ જાય તેવો જુગાડ દર્શાવવામાં આવ્યો છે. આ જુગાડનો વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોને મળ્યા છે 3 કરોડથી વધુ વ્યૂઝ. યુઝર્સ આ વીડિયો પર રંગ બે રંગી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
શું છે જુગાડ ?
આજે Cooler માં કોણ પાણી ભરશે તે સવાલ અત્યારે દરેક ઘરમાં મુખ્ય પ્રશ્ન બની રહ્યો છે. આ અઘરા પ્રશ્નનો સરળ જવાબ એક વ્યક્તિએ શોધી કાઢ્યો છે. આ વ્યક્તિએ કુલરમાં પાણી ભરવાની ખૂબ જ સરળ રીત જણાવી છે. આ રીતને લીધે હવે Cooler માં પાણી ભરવા માટે કલાકો સુધી ડોલ કે પાઈપ લઈને ઊભા રહેવું પડશે નહીં. આ જુગાડમાં કુલર વોશ બેસિન પાસે મુકવામાં આવ્યું છે. જેથી પાણી સરળતાથી ભરી શકાય. આ માટે તેણે એક પ્લાસ્ટિક બોટલ લીધી, તેમાં કાણું પાડ્યું અને તેને વોશ બેસિનના નળમાં ફીટ કરી. બોટલનો ઢાંકણનો છેડો ખોલ્યો અને તેને કુલરના પાણી ભરવાના ભાગ તરફ ફેરવ્યો. નળ ખોલતાની સાથે જ બોટલમાંથી પાણી સીધું કુલરમાં ભરાઈ જાય છે. આ રીતે કોઈ પણ પ્રયત્ન વગર Cooler માં પાણી ભરી શકાય છે.
આ પણ વાંચોઃ Summer Hydration Hacks: તમે પાણીને બદલે આ વસ્તુઓથી તમારી તરસ છીપાવી શકો છો, કટોકટીમાં આ બાબતો ધ્યાનમાં રાખો
૩ કરોડથી વધુ વ્યૂઝ અને 10 લાખ લાઈક્સ
આગ ઝરતી ગરમીમાં Cooler નો ઉપયોગ કરવો સામાન્ય બાબત છે. જો કે પાણી ભરવાની માથાકુટનો સરળ ઉપાય દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વોશ બેસિનમાંથી પાણીની એક ખાલી બોટલ વડે કુલરમાં સીધું જ પાણી ભરાઈ જાય છે. આ વીડિયો નેટિઝન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો @parasram_todkar1412 નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોને 3 કરોડથી વધુ વ્યૂઝ અને 10 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ Uttar Pradesh : રીલ બનાવવા મહિલા કાર પર ચઢી અને પોલીસે અધધ...22,500 રુપિયાનો દંડ ફટકાર્યો
View this post on Instagram