ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UAE ના નવાબોએ બદન પર રાષ્ટ્રીય ધ્વજને પહેર્યો, જુઓ વીડિયો

UAE ના નવાબોએ બદન પર ત્રિરંગાવાળું કપડું પહેર્યું ભારત અને UAE વચ્ચેની મિત્રતા હંમેશા ખાસ માનવામાં આવી ન્યુયોર્કમાં પણ ભારતની આઝાદીની ઉજવણી કરવામાં આવી 78th Independence Day: તાજેતરમાં ભારત દેશમાં 78 મો Independence Day ની ઉજવણી કરાઈ હતી. ત્યારે...
09:32 PM Aug 16, 2024 IST | Aviraj Bagda
uae nawab viral video, 78th Independence Day

78th Independence Day: તાજેતરમાં ભારત દેશમાં 78 મો Independence Day ની ઉજવણી કરાઈ હતી. ત્યારે વિશ્વના વિવિધ દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની તસવરી શેર કરીને, ભારતવાસીઓને Independence Day ની શુભેચ્છા પાઠવી હતી. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર અનેક વીડિયો પણ વિદેશમાંથી ભારતીયોના વાયરલ થયા હતાં. જેમાં જોઈ શકાય છે કે, શાનની રાષ્ટ્રીય ધ્વજ વિદેશના ખૂણે-ખૂણે લહેરાઈ રહ્યો છે.

UAE ના નવાબોએ બદન પર ત્રિરંગાવાળું કપડું પહેર્યું

તો તાજેતરમાં વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારતની સ્વતંત્રતાને ઉજવાતો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો UAE થી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં UAE ના નવાબ ભારતના Independence Day ની ઉજવણી કરતા જોવા મળે છે. UAE ના નવાબોએ બદન પર ભારતીય ત્રિરંગા સાથે રંગનું કપડું પહેર્યું છે. આ દરમિયાન કેટલાક વાહનો પરથી પડદા પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. તે વાહનો પર મોટા શબ્દોમાં 78 મો Independence Day લખેલું જોવા મળે છે. આ શાહી વાહનો પર ભારતીય ધ્વજનો ફોટો પણ બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gita Gopinath એ કર્યો દાવો, 2027 સુધીમાં ભારત વિકસિત દેશ બનશે

ભારત અને UAE વચ્ચેની મિત્રતા હંમેશા ખાસ માનવામાં આવી

પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા UAE ના આ વીડિયોઓની ટીકા કરવામાં આવી રહી છે. તો કેટલાક લોકો મુસ્લિમ દેશના આ આગવી પહેલની પ્રશંસા કરી રહ્યા છે. જોકે ભારતની સ્વતંત્રતાની ઉજવણી સંયુક્ત આરબ અમીરાત દ્વારા કરવામાં આવે છે. આ પહેલા પણ દુબઈમાં વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફાને તિરંગાના રંગોથી શણગારવામાં આવી હતી. ભારત અને UAE વચ્ચેની મિત્રતા હંમેશા ખાસ માનવામાં આવી છે.

ન્યુયોર્કમાં પણ ભારતની આઝાદીની ઉજવણી કરવામાં આવી

વાયરલ થઈ રહેલા વીડિયો પર એક યુઝરે લખ્યું કે આ લોકોએ નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી છે. અન્ય એક યુઝરે લખ્યું કે દરેક દેશમાં ભારતનું સન્માન મહત્વનું છે. વિશ્વભરમાં આપણી સ્વતંત્રતા અને ગૌરવનું આદર કેવી રીતે થાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ન્યુયોર્કમાં પણ ભારતની આઝાદીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર ખાતે ભારતનો ધ્વજ ગર્વથી ફરકાવવામાં આવ્યો હતો. તેમજ કેટલાક NRI એ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું.

આ પણ વાંચો: વર્ષ 2022 માં દરરોજ સરેરાશ આશરે 86 Rape Case નોંધાયા: NCRB

Tags :
78th independence dayuae nawab viral video
Next Article