Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan: શિક્ષકોએ મર્યાદાને નેવે મુકી! શાળાની ઓફિસમાં અશ્લિલ અવસ્થામાં જોવા મળ્યાં શિક્ષક અને શિક્ષિકા

Rajasthan: એક શિક્ષક અને શિક્ષિકા ચાલુ શાળામાં જ અશ્લિલ હકતકો કરતા જોવા મળ્યાં. જેને વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
rajasthan  શિક્ષકોએ મર્યાદાને નેવે મુકી  શાળાની ઓફિસમાં અશ્લિલ અવસ્થામાં જોવા મળ્યાં શિક્ષક અને શિક્ષિકા
Advertisement
  1. રાજસ્થાનના ચિત્તોડગઢની સરકારી શાળામાં બની શરમજનક ઘટના
  2. શિક્ષક અને શિક્ષિકા ચાલુ શાળામાં જ અશ્લિલ હકતકો જોવા મળ્યાં
  3. મામલાને ગંભીરતાથી લેતા શિક્ષણ વિભાગે બન્નેને સસ્પેન્ડેડ કર્યા

Rajasthan: માતા-પિતા બાળકોને શિક્ષકોના ભરોસે શાળાએ ભણવા માટે મુકતા હોય છે. આ માતા-પિતાને પોતાના કરતા પણ શાળાના શિક્ષકો પર વધારે ભરોસો હોય છે, પરંતુ કેટલીક શાળાઓમાં શિક્ષકો શરમની હદ પાર કરી દેતા હોય છે. જેના કારણે અન્ય સારા શિક્ષકો પર પણ વિશ્વાસ કરવો અઘરો પડી જાય છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢની સરકારી શાળામાં બની છે. અહીં એક શિક્ષક અને શિક્ષિકા ચાલુ શાળામાં જ અશ્લિલ હકતકો કરતા જોવા મળ્યાં. જેને વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ગોવા બાદ હવે હિમાચલ પ્રદેશમાં પેરાગ્લાઈડિંગની દુર્ઘટના, 19 વર્ષીય ગુજરાતી યુવતીનું મોત

Advertisement

સમગ્ર ઘટના ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

વાયરલ થયેલા વીડિયોમાં શિક્ષક અને શિક્ષિકા કથિત અવસ્થામાં જોવા મળ્યાં હતા. જે સમગ્ર ઘટના ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. નોંધનીય છે કે, આ ઘટનાને લઈને અત્યારે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે સાથે ગ્રામજનોએ આ શિક્ષક અને શિક્ષિકાને બરખાસ્ત કરવાની માંગણી કરાઈ હતી. જેથી આ મામલાને ગંભીરતાથી લેતા બન્નેને સસ્પેન્ડેડ કરી દેવામાં આવ્યાં હતા. પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને પંથકમાં ભારે ચર્ચાઓ થઈ રહીં છે.

Advertisement

આ પણ વાંચો: Bihar News: કટિહારમાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતાં 3 લોકોના મોત બચાવ કામગીરી શરૂ

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ શરમજનક ઘટના

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, ચિત્તોડગઢના ગંગાર બ્લોકના સાલેરા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જો કે, ઘટનાનો વીડિયા સામે આવતાની સાથે જ શિક્ષણ વિભાગે સત્વરે કાર્યવાહી કરીને બન્ને શિક્ષકનો સસ્પેન્ડ કરી દીધા છે. આખરે શાળાામાં આવી હરકતો કરવી કેટલી યોગ્ય છે? માતા-પિતા પોતાના બાળકોને શિક્ષકોના ભરોસે મુકાતા હોય છે અને અહીં શાળામાં શિક્ષકો કથિત હરકતો કરતા હોય છે! આનો બાળકો પર કેવો પ્રભાવ પડશે? જો કે, શિક્ષણ વિભાગે અત્યારે બન્ને શિક્ષકોને સસ્પેન્ડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પરંતુ આ વીડિયોને લઈને અત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, આ વીડિયો શાળાની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આ પણ વાંચો: વડાપ્રધાનના ભત્રીજા સચિન મોદીને લાગ્યો મહાકુંભનો રંગ, પ્રયાગરાજમાં લલકાર્યા કબીરના ભજન

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×