Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોળની ઓટલા સંસ્કૃતિ અને વાટકી વ્યવહારનું સ્મરણ આજે પણ આવે છે

આ અગાઉ આપણે અમદાવાદની પોળ સંસ્કૃતિની વાત કરતા હતા ત્યારે એક વાતનો ઉલ્લેખ કરેલો કે એ વખતની પોળોમાં ચોક્કસ વિસ્તારોમાં ચોક્કસ વર્ગના લોકો કે કોઈ ચોક્કસ જ્ઞાતિના વર્ગ સમૂહો વસતા હતાં.છેલ્લા ૪૦થી ૫૦ વર્ષમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અસ્તિત્વમાં આવેલી કહેવાતી સોસાયટી સુધી એ ચરણ થોડું ઘણું જળવાય પણ એ પછીના ગાળામાં હાઉસિંગ બોર્ડ જેવી સરકારી સંસ્થાઓએ બાંધકામ ક્ષેત્રે પ્રવેશ કરà
પોળની ઓટલા સંસ્કૃતિ અને વાટકી વ્યવહારનું સ્મરણ આજે પણ આવે છે
આ અગાઉ આપણે અમદાવાદની પોળ સંસ્કૃતિની વાત કરતા હતા ત્યારે એક વાતનો ઉલ્લેખ કરેલો કે એ વખતની પોળોમાં ચોક્કસ વિસ્તારોમાં ચોક્કસ વર્ગના લોકો કે કોઈ ચોક્કસ જ્ઞાતિના વર્ગ સમૂહો વસતા હતાં.
છેલ્લા ૪૦થી ૫૦ વર્ષમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અસ્તિત્વમાં આવેલી કહેવાતી સોસાયટી સુધી એ ચરણ થોડું ઘણું જળવાય પણ એ પછીના ગાળામાં હાઉસિંગ બોર્ડ જેવી સરકારી સંસ્થાઓએ બાંધકામ ક્ષેત્રે પ્રવેશ કર્યો અને એ પછી ખાનગી બિલ્ડરોએ ધંધાકીય હેતુથી ફ્લેટ અને એપાર્ટમેન્ટ અને હાઈરાઈઝ બિલ્ડીંગ બાંધવાનું શરૂ કર્યું.
સ્વાભાવિક છે કે આ નવા મકાનોના કે ફલેટોના પ્રકારોમાં કોઈ ચોક્કસ વર્ગ, જ્ઞાતિ કે સમૂહનું પ્રાધાન્ય જળવાતું ન હોવાથી ત્યાં કોસ્મોપોલીટન કલ્ચર જોવાં મળવા લાગ્યું. આવાં રહેઠાણો એક અર્થમાં વર્ગ ભેદ કે જ્ઞાતિ ભેદને દુર કરનારા હોય છે જેથી તે આવકાર્ય પણ બને છે.
​બીજી બાજુ આ પ્રકારનું વૈવિધ્ય રહેવાસીઓ માટે ઘનિષ્ટ સબંધોની ઉણપ વચ્ચે એકલતાનો અભિશાપ પણ લઈ આવે છે.
​આપણા બાજુના ફ્લેટમાં જ કોણ રહે છે, એના પરિવારમાં કેટલાં સભ્યો છે, એની આર્થિક સામાજીક સ્થિતિ શું છે એ જાણવાની કે જણાવવાની જરૂર, ફુરસદ કે ઔચિત્ય લગભગ પૂરું થઈ રહ્યું છે.
​પોળોમાં કે સોસાયટીઓમાં સવાર કે સાંજના સમયે વયસ્ક નાગરિકો પોળના ઓટલે કે સોસાયટીના કોમન પ્લોટમાં એકઠાં થઈને પોતાનો ફુરસદનો સમય સારી રીતે પસાર કરી શકતા હતા તે સગવડ હવે હાઈરાઈજ બિલ્ડીંગોમાં રહી નથી. ત્યાં પણ કોમ્યુનીટી હોલ કે નાના સિનેમા થીયેટરો હોય છે જ્યાં ભેગા થવું હોય તો થઈ પણ શકાય છે પણ એવા ભેગા થવા પાછળ એક ચોક્કસ ઉદ્દેશ હોય છે.
​પોળના ઓટલે કે સોસાયટીના બાંકડે ભેગા થઈને ગામ ગપાટા મારતાં નિવૃત વૃદ્ધજનો માટે આ હાઈરાઈઝ કલ્ચર અનેક પ્રશ્નો ઊભા કરે છે અને માત્ર વયસ્ક નાગરીકો જ નહિ ગામમાં કે પોળોમાં રહેવા ટેવાયેલી ગૃહિણીઓ માટે પણ આ નવું હાઈરાઈઝ કલ્ચર ઘણાં પ્રશ્નો સર્જે છે.
પણ સમય સાથે થતા પરિવર્તનો કાળક્રમે બધું ગોઠવી દેતા હોય છે એવા વિચાર ઉપર વિશ્વાસ મુકીને હાલ તો સ્મરણ વિશ્વમાં સચવાયેલી એ “ઓટલા સંસ્કૃતિ”ને “વાટકી વ્યવહાર”ના વૈભવશાળી સ્મરણો વાગોળવા રહ્યાં.
Advertisement
Tags :
Advertisement

.