Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આપણું પ્રિય અમદાવાદ સાઇકલથી શરુ થઈને મેટ્રો રેલ સેવાની રાહ જોતું અમદાવાદ બન્યું છે

ગઈકાલે આપણે સાઇકલ ઉપર ફરતા. પહેલા અમદાવાદની થોડીક વાતો કરી હતી. આજે વર્ષ ૨૦-૨૧મા મેટ્રો શહેરના દરજ્જા સુધી પહોચી ગયેલા અમદાવાદમાં એક જમાનામાં શહેરની વચોવચ વહેતી સાબરમતી એના કિનારા પર બનાવવામાં આવેલા રીવરફ્રન્ટની લગોલગના ચકચકિત રસ્તાઓ ઉપરથી દોડતા વાહનોનું અમદાવાદ બન્યું છે. એક જમાનામાં પબ્લિક ટ્રાન્સ્પોરસ્ટેશન માટે ઘોડાગાડીનો ઉપયોગ થતો હતો. તેની જગ્યા CNG રિક્ષાઓયે લઇ લીધો છ
આપણું પ્રિય અમદાવાદ સાઇકલથી શરુ થઈને મેટ્રો રેલ સેવાની રાહ જોતું અમદાવાદ બન્યું છે

ગઈકાલે આપણે સાઇકલ ઉપર ફરતા. પહેલા અમદાવાદની થોડીક વાતો કરી હતી. આજે વર્ષ ૨૦-૨૧મા મેટ્રો શહેરના દરજ્જા સુધી પહોચી ગયેલા અમદાવાદમાં એક જમાનામાં શહેરની વચોવચ વહેતી સાબરમતી એના કિનારા પર બનાવવામાં આવેલા રીવરફ્રન્ટની લગોલગના ચકચકિત રસ્તાઓ ઉપરથી દોડતા વાહનોનું અમદાવાદ બન્યું છે. એક જમાનામાં પબ્લિક ટ્રાન્સ્પોરસ્ટેશન માટે ઘોડાગાડીનો ઉપયોગ થતો હતો. તેની જગ્યા CNG રિક્ષાઓયે લઇ લીધો છે. અને મર્યાદિત દોડતી લાલ બસોની સંખ્યા અને રૂટ વધ્યા છે તો સમાંતરે શહેરની યાતાયાતને સગવડપૂર્ણ બનાવવા માટે વાતનુકુલિત BRTSમાં અમદાવાદ હરતું ફરતું થયું છે. 

Advertisement


સાયકલની જગ્યા પહેલા સ્કુટરે અને પછી મોટરબાઈકે લઇ લીધી છે. આજે સફાઈ કામ કરનાર કામદાર પણ પોતાની મોટરબાઈક લઈને રૂવાબભેર સોસાયટીમાં સફાઇકામ કરવામાટે પ્રવેશે છે ત્યારે એમની સાથે ૨૧મી સદીનું અમદાવાદ પણ પ્રવેશ કરતુ હોય તેવું અનુભવાય છે. એક જમાનામાં મિલ માલિકો જ કારનો વૈભવ ભોગવતા હતા. આજે મધ્યમવર્ગનો માનવી પણ કારમા ફરતો થયો છે.

Advertisement

એક જમાનામાં અકસ્માત ટાળવા સાઇકલ ઉપર દીવો સળગાવવો પડતો હતો. આજે ઝળહરતી રોશનીના અજવાળામાં અને લાલ પીળી સિગ્નલ લાઈટોના અજવાળાથી ટ્રાફિકનું નિયમન કરતુ આપણું પ્રિય અમદાવાદ નદીના બંને છેડે વસેલા અમદાવાદના બંને વિભાગોની સરહદોને ખુબ ઝડપથી વિસ્તારી રહ્યું છે અને આવનારા દિવસોની જરૂરિયાત પૂરી કરવા “મેટ્રો રેલ સેવા” શરુ થવામાં છે.

Advertisement

કેટકેટલા પરિવર્તનો વચ્ચેથી પસાર થયેલું આપણું પ્રિય અમદાવાદ મિલ મજુરથી સાઇકલથી શરુ થઈને મેટ્રો રેલ સેવાની રાહ જોતું અમદાવાદ બન્યું છે ત્યારે પ્રત્યેક અમદાવાદીને થાય એવા ગૌરવ સાથે એને શુભેચ્છાઓ પાઠવીએ.

Tags :
Advertisement

.