Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોતે તડકો સહન કરી છાયો આપે તે છે પિતા

પિતા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ અંગ છે. ફાધર્સ ડે એ પિતાનું સન્માન કરવાનો દિવસ છે. પિતા-પુત્ર-પુત્રીનો સંબંધ ખૂબ જ ઘનિષ્ઠ હોય છે અને આ દિવસ આ સંબંધને વધુ મજબૂત બનાવે છે. ફાધર્સ ડે આપણને પિતા પ્રત્યે આપણો પ્રેમ, પ્રશંસા, કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં પિતાઓના બલિદાનને યાદ કરે છે.પિતા આ શબ્દ આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે તે આપણને મોટા થયા બાદ સમજાય છે. આપણે
પોતે તડકો સહન કરી છાયો આપે તે છે પિતા
પિતા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ અંગ છે. ફાધર્સ ડે એ પિતાનું સન્માન કરવાનો દિવસ છે. પિતા-પુત્ર-પુત્રીનો સંબંધ ખૂબ જ ઘનિષ્ઠ હોય છે અને આ દિવસ આ સંબંધને વધુ મજબૂત બનાવે છે. ફાધર્સ ડે આપણને પિતા પ્રત્યે આપણો પ્રેમ, પ્રશંસા, કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં પિતાઓના બલિદાનને યાદ કરે છે.
પિતા આ શબ્દ આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે તે આપણને મોટા થયા બાદ સમજાય છે. આપણે દર વર્ષે જૂનના ત્રીજા સપ્તાહમાં ફાધર્સ ડે ઉજવીએ છીએ અને પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ ખ્યાલ ક્યાંથી આવ્યો અને તેની શરૂઆત કેવી રીતે થઈ? જાણો ફાધર્સ ડે પાછળ છુપાયેલી આ કહાની -
એવું માનવામાં આવે છે કે ફાધર્સ ડે પહેલીવાર 19 જૂન, 1910ના રોજ વોશિંગ્ટનમાં ઉજવવામાં આવ્યો હતો. વર્ષ 2022માં ફાધર્સ ડેના 112 વર્ષ પૂરા થયા. તેની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે, તે છે સોનેરા ડોડની. જ્યારે સોનેરા ડોડ નાની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. પિતા વિલિયમ સ્માર્ટે સોનેરોના જીવનમાં માતાની કમી ન આવવા દીધી અને તેને માતાનો પ્રેમ પણ આપ્યો. એક દિવસ સોનેરાના દિલમાં વિચાર આવ્યો કે પિતાના નામે એક દિવસ કેમ ન હોઈ શકે? આ રીતે, 19 જૂન 1910ના રોજ પ્રથમ વખત ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
પિતા પરિવારના મસીહા કહેવાય છે. તે પરિવારની સુખાકારી માટે જવાબદાર છે. જોકે, તેમના માટે રોજે રોજ ખાસ માનવામાં આવે છે પરંતુ આ દિવસ તેમના માટે કરવામાં આવેલી તમામ મહેનતને બતાવવા માટે ખૂબ જ ખાસ છે.  
આ દિવસ આપણા પિતા પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે ઉજવવામાં આવે છે અને આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મજબૂત હૃદય હોવા છતાં, આપણા પિતા આપણી ખૂબ કાળજી લે છે અને આપણને તેમની માતાની જેમ પ્રેમ કરે છે. જેમ માતાના સન્માનમાં મધર્સ ડે ઉજવવામાં આવે છે, તેવી જ રીતે પિતાના સન્માનમાં ફાધર્સ ડે ઉજવવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.