Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્રાફિક પોલીસની આ ચેતવણી જોઈ લોકો સ્વૈચ્છાએ કરે છે નિયમોનું પાલન

પોલીસ (Police) વિભાગ દ્વારા સમયાંતરે લોકોને ટ્રાફિકને લગતા નિયમો વિશે જાગૃત કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકો પોતાની મરજીથી વાહન ચલાવતા ટ્રાફિકના નિયમોની અવગણના કરીને પોતાનો જીવ જોખમમાં મુકે છે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશની જબલપુર પોલીસે (Jabalpur Police) લોકોને રોડ અકસ્માતથી બચાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે એક વિચિત્ર ટ્રીક અપનાવી છે. વીડિયો જોઈને તમે પણ જબલપુર પોલીસના
ટ્રાફિક પોલીસની આ ચેતવણી જોઈ લોકો સ્વૈચ્છાએ કરે છે નિયમોનું પાલન
પોલીસ (Police) વિભાગ દ્વારા સમયાંતરે લોકોને ટ્રાફિકને લગતા નિયમો વિશે જાગૃત કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકો પોતાની મરજીથી વાહન ચલાવતા ટ્રાફિકના નિયમોની અવગણના કરીને પોતાનો જીવ જોખમમાં મુકે છે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશની જબલપુર પોલીસે (Jabalpur Police) લોકોને રોડ અકસ્માતથી બચાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે એક વિચિત્ર ટ્રીક અપનાવી છે. વીડિયો જોઈને તમે પણ જબલપુર પોલીસના આ નવતર અભિગમને આવકારશો અને ટ્રાફિક નિયમનું પાલન કરશો.
વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે રોડની વચ્ચે બનેલા ટ્રાફિક પોઈન્ટ પર અકસ્માતમાં ભાંગેલી તુટેલી કાર ચડાવી દેવામાં આવી છે. તેમજ બૂથ પર રોડ અકસ્માત અંગે ચેતવણી આપતું જબલપુર પોલીસનું બોર્ડ છે જેની ચેતવણી વાંચીને લોકો આપોાપ જાગૃત થઈ જશે. જબલપુર પોલીસની આ ડરામણી ચેતવણી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અકસ્માતગ્રસ્ત કારની નીચેના બોર્ડમાં લખ્યું હતું કે,આ વાહનચાલક પણ તમારી જેમ સારો ડ્રાઈવર હતો પરંતુ લાપરવાહીના લીધે ઘરે પહોંચી શક્યો નહી. નજર હટી દુર્ઘટના ઘટી. જબલપુર પોલીસની આ ચેતવણી (Traffic Awareness) સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
Advertisement

Tags :
Advertisement

.