Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ છે દુનિયાનો સૌથી વૃદ્ધ કુતરો, ગિનિઝ બુકમાં નોંધાયેલું છે રેકોર્ડ

પોર્ટુગલમાં બોબી નામના એક ફાર્મ ડોગે એક મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. તેનું ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા અત્યાર સુધીમાં સૌથી વૃદ્ધ કુતરાના ખિતાબથી નવાઝવામાં આવ્યો છે. બોબી ગુરૂવારે 31 વર્ષનો થયો છે. બોબીના માલિકે કહ્યું કે, આ તકે એક ખાસ...
05:41 PM May 12, 2023 IST | Viral Joshi

પોર્ટુગલમાં બોબી નામના એક ફાર્મ ડોગે એક મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. તેનું ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા અત્યાર સુધીમાં સૌથી વૃદ્ધ કુતરાના ખિતાબથી નવાઝવામાં આવ્યો છે. બોબી ગુરૂવારે 31 વર્ષનો થયો છે. બોબીના માલિકે કહ્યું કે, આ તકે એક ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું.

બર્થ-ડે પાર્ટીનું આયોજન

રેફિરો ડો એલેંટેજોનો જન્મ 11 મે 1992ના રોજ થયો હતો અને તે પોર્ટૂગલના લિરા જિલ્લામાં પોતાના માલિક લિયોનેલ કોસ્ટા સાથે રહે છે. બોબીની જન્મ તારીખની પુષ્ટી લીરાની નગરપાલિકાની પશુ ચિકિત્સા સેવા દ્વારા કરવામાં આવી છે. બોબીના માલિકે પાર્ટી વિશે જાણકારી આપી હતી કે, શનિવારે આયોજીત થનારી જન્મદિવસની પાર્ટી માટે 100 સગાસંબંધીઓ અને મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમાંથી અન્ય દેશના લોકો પણ સામેલ છે.

ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ ખિતાબથી સમ્માનિત

બોબીની માતા જીરા 18 વર્ષ સુધી જીવિત રહી. ફેબ્રુઆરીમાં કુતરાને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ ખિતાબથી સમ્માનિત કર્યાં બાદથી બોબી ખુબ વ્યસ્ત રહેવા લાગ્યો. કુતરાના માલિક કોસ્ટાએ કહ્યું કે, અમારી પાસે અનેક પત્રકારો આવે છે અને દુનિયાભરમાંથી લોકો બોબી સાથે તસવીરો લે છે. બોબીની હેલ્થ છેલ્લા ઘણાં મહિનાથી સારી છે અને હાલમાં જ તેના ચેકઅપ માટે પશુચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : જે લોકો બેંગકોક ફ્લાઈટમાં જૂઠ્ઠુ બોલીને આવ્યા છે તેમને ભાભીજી… જુઓ આ પાયલોટનું એનાઉન્સમેન્ટ

Tags :
bobbyGuinness World RecordsPortugalWorlds Oldest Dog
Next Article