Be Careful : ભારતીય સેનાને દાન આપો તેવો Fake Message થઈ રહ્યો છે વાયરલ
- ભારતીય સેનાને દાન આપો તેવો ફેક મેસેજ થઈ રહ્યો છે વાયરલ
- દેશની જનતાના દેશપ્રેમનો ગેરલાભ ઉઠાવવા ગઠીયાઓ સક્રીય
- આવા ફેક મેસેજ પર દાન ન કરવા અને મેસેજ ફોરવર્ડ ન કરવા અપીલ
Be Careful : રામ મંદિરનું નિર્માણ કે પછી કોરોના કાળ જેવી પરિસ્થિતિઓમાં ઠગો, તકસાધુઓ અને મી. નટવરલાલ છેતરપિંડીની તક શોધી કાઢે છે. અત્યારે Pahalgam Terror Attack બાદ ઠગોએ દેશની ભલી ભોળી જનતાના દેશપ્રેમનો ગેરલાભ ઉઠાવવા માટે એક ફેક મેસેજ વાયરલ કર્યો છે. જેમાં ભારતીય સેનાને દાન કરો તેવી અપીલ કરાઈ છે. આપ પણ ધ્યાન આપો અને અન્ય મિત્રોને પણ ચેતવો કે આવા ફેક મેસેજથી થતી છેતરપિંડીથી બચે.
શું છે ફેક મેસેજ ?
ગીધ જેવી માનસિકતા ધરાવતા ગઠીયાઓએ દેશ પર આવી પડેલ આવી કપરી પરિસ્થિતિમાં પણ ઠગાઈ છોડી નથી. આજે આખો દેશ Pahalgam Terror Attack ને લીધે પીડા અનુભવી રહ્યો છે ત્યારે ઠગોએ ભારતીય સેનાને મદદરુપ થાવ તેવો કીમિયો અપનાવીને ઠગાઈ શરુ કરી દીધી છે. ભારતીય સેનાના આધુનિકીકરણ માટે અને સૈન્ય કાર્યવાહીમાં ઘાયલ થયેલા અથવા માર્યા ગયેલા સૈનિકો માટે કોઈ ચોક્કસ બેન્ક ખાતામાં દાન કરો આવો Fake Message વાયરલ થઈ રહ્યો છે. આ સંદેશમાં મંત્રીમંડળના નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ પ્રસ્તાવના મુખ્ય પ્રસ્તાવક તરીકે અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) નું નામ લેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ BRICSની મહત્વની બેઠકમાં સામેલ નહીં થાય NSA અજીત ડોભાલ અને વિદેશમંત્રી
સતર્ક અને સાવધ રહેવા અપીલ
ભારતીય સેનાના આધુનિકીકરણ માટે અને સૈન્ય કાર્યવાહીમાં ઘાયલ થયેલા અથવા શહીદ થયેલા સૈનિકો માટે કોઈ ચોક્કસ બેન્ક ખાતામાં દાન કરો આવો ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ ખોટો છે, ફેક છે, ચીટીંગ છે તેથી દરેક દેશવાસીએ આવા Fake Message નું અનુસરણ ન કરવું જોઈએ. આવા ફેક મેસેજનો ફેલાવો પણ ન કરવો જોઈએ.
સરકારની કલ્યાણકારી યોજના
સરકારે યુદ્ધ દરમિયાન શહીદ થયેલા અથવા અપંગ થયેલા સૈનિકો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે. જેમાં વર્ષ 2020માં સરકારે 'આર્મ્ડ ફોર્સિસ બેટલ કેઝ્યુઅલ્ટી વેલ્ફેર ફંડ (Armed Forces Battle Casualties Welfare Fund-AFBCWF) ની સ્થાપના કરી હતી. જેનો ઉપયોગ સૈનિકો / ખલાસીઓ / હવાઈ સૈનિકોના પરિવારોને તાત્કાલિક નાણાકીય સહાય આપવા માટે કરવામાં આવે છે. જેઓ તેમના જીવનની આહુતિ આપે છે અથવા સક્રિય સૈન્ય કાર્યવાહીમાં ગંભીર રીતે ઘાયલ થાય છે. સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ વિભાગ વતી ભારતીય સેના આ ભંડોળના હિસાબોની જાળવણી કરવામાં આવે છે.